- WPL 2024ની શરૂઆત 23 ફેબ્રુઆરીથી શરૂ થશે
- પ્રથમ મેચ બેંગલુરુમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે
- RCBની કેપ્ટન સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે
વિમેન્સ પ્રીમિયર લીગ 2024 23 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે, જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા ભવ્ય ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવશે. IPL 2024 પહેલા, ભારતીય ચાહકોને મહિલા પ્રીમિયર લીગનો આનંદ માણવા મળશે.
નવા ખેલાડીઓ સાથે WPL 2024માં મેદાનમાં ઉતરશે
સ્મૃતિ મંધાનાની કપ્તાનીવાળી RCB ટીમની WPLની પ્રથમ સિઝનની શરૂઆત ખરાબ રહી હતી. RCBની ટીમ તેની 8 મેચમાંથી 6 મેચ હારી હતી. ટુર્નામેન્ટમાં RCB ટીમે પાંચ ટીમમાંથી ચોથા સ્થાને તેની સફર પૂરી કરી હતી. આ ખરાબ પ્રદર્શન બાદ RCB ટીમ ઘણા નવા ખેલાડીઓ સાથે WPL 2024માં મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.
RCBનું મજબૂત બેટિંગ લાઈન અપ
RCB ટીમને WPL 2024 માટે ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. RCBની ટીમ મજબૂત બેટિંગ લાઈન અપ ધરાવે છે. સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇન શાનદાર ફોર્મમાં છે અને બંને ખેલાડીઓ પાસેથી મજબૂત ઓપનિંગની અપેક્ષા છે. સ્મૃતિ મંધાના ભલે ગત સિઝનમાં તેની અપેક્ષાઓ પર ખરા ઉતરી ન હોય, પરંતુ તે વિશ્વના ગણાતા ટોચના ખેલાડીઓની યાદીમાં સામેલ છે. બીજી તરફ, ડિવાઈન તેની આક્રમક રમત વડે કોઈપણ બોલિંગ આક્રમણને નષ્ટ કરવામાં માહિર છે.
વિરોધી ટીમના ખેલાડીઓ તેની હાજરીથી ખૌફમાં છે. મંધાના ઉપરાંત RCB ટીમમાં શ્રેયંકા પાટિલ, કનિકા આહુઝા, રિચા ઘોષ અને શુભા સતીશ છે. આ તમામ ખેલાડીઓ તેમના મેચ વિનિંગ પ્રદર્શન માટે જાણીતા છે. આવી સ્થિતિમાં આ સિઝનમાં સ્મૃતિ મંધાનાની કપ્તાનીવાળી RCB ટીમ ગત સિઝનની સરખામણીમાં ઘણી મજબૂત દેખાઈ રહી છે.
WPL 2024 માટે RCBની નબળાઈ
RCB ટીમે તેની બેટિંગ લાઇનઅપમાં કેટલાક શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોને સામેલ કર્યા છે. જોકે, ઓસ્ટ્રેલિયાની ફાસ્ટ બોલર મેગન શટને બહાર કર્યા બાદ તેઓ ચોક્કસપણે ટીમ તેની ખોટ અનુભવશે. રેણુકા સિંહ ઠાકુર આ સિઝનમાં નવા બોલની શરુઆત કરશે, પરંતુ તેની પાર્ટનર કોણ હશે તે હજુ સધી નક્કી નથી.