• IPL 2024માં ગુજરાત ટાઈટન્સનું ખરાબ પ્રદર્શન
  • ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને છે
  • ડેવિડ મિલરે તેના કેપ્ટન ગિલનું સમર્થન કર્યું હતું

IPL 2024માં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ પૂરી થઈ ગઈ છે. GTને તેની 11મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હાથે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. GT પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને સરકી ગઈ છે. એક તરફ જીટી નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે અને બીજી તરફ ગિલ છેલ્લી કેટલીક મેચોમાં બેટિંગ પણ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં ગિલને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ગુજરાતના સિનિયર બેટ્સમેન ડેવિડ મિલર તેના કેપ્ટનના સમર્થનમાં આગળ આવ્યા છે.

ગિલને ઘણું શિખવાનું છે

મિલર કહે છે કે 24 વર્ષીય ગિલને ઘણું શીખવાનું છે અને તે તેની નવી ભૂમિકામાં ઝડપથી "એડજસ્ટ" થઈ રહ્યો છે. ઓપનર તરીકે આવેલા ગિલે RCB સામે 7 બોલમાં બે 2 રન બનાવ્યા હતા જ્યારે મિલરે 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. RCB vs GT મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં મિલરે કહ્યું, “શુભમન એક અસાધારણ ખેલાડી છે, જેમ કે આપણે બધા જાણીએ છીએ. તે હજુ પણ યુવાન છે અને તેને હજુ ઘણું બધું શિખવાનું છે અને તે સારી કપ્તાની કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા મુંબઈ સાથે જોડાયા બાદ ગુજરાતની કમાન શુભમન ગિલને મળી હતી.

ગુજરાતની ટીમમાં શમીની ખોટ વર્તાઈ

GTનો દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમી IPLની વર્તમાન સિઝનમાં રમી રહ્યો નથી. તે પગની સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં ઘણા મહિનાઓ લાગશે. મિલરનું માનવું છે કે અનુભવી શમીની ગેરહાજરી પણ ટીમના ખરાબ પ્રદર્શનનું એક કારણ છે. તેણે કહ્યું, “અલબત્ત શમીએ પાવર પ્લેમાં શાનદાર પ્રદર્શન કર્યું. એટલા માટે અમને લાગે છે કે અમે તેને પાવરપ્લેમાં મિસ કરી રહ્યા છીએ. તેણે વિકેટ લીધી અને ઇકોનોમી રેટ નીચો રાખ્યો ગુજરાતને તેની આગામી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK)નો સામનો કરવો પડશે. બંને 10મી મેના રોજ અમદાવાદના મેદાનમાં સામસામે ટકરાશે.

  • Follow us on: