• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
  • રેહાન અહેમદ અંગત કારણોસર સિરીઝમાંથી બહાર
  • રિપ્લેસમેન્ટની પણ ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાંચી ટેસ્ટ મેચ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. જેના કારણે ઈંગ્લેન્ડની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે 2 મેચ હારી ચૂકી છે. રાંચી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ માટે સિરીઝ જીતવા માટે છેલ્લી આશા સમાન છે. પરંતુ આ દરમિયાન ઈંગ્લેન્ડનો એક સ્ટાર ખેલાડી ભારત છોડીને પોતાના દેશ પરત ફર્યો છે. ચોથી ટેસ્ટ મેચમાંથી ખેલાડીને બહાર કરવામાં આવ્યો એટલું જ નહીં, તે પાંચમી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો. આવી સ્થિતિમાં, પ્લેયરના રિપ્લેસમેન્ટની પણ ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

પાંચમી ટેસ્ટ મેચમાંથી થયો બહાર

ઈંગ્લેન્ડની ટીમે રાંચી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા તેની પ્લેઈંગ ઈલેવન બહાર પાડી હતી. રેહાન અહેમદને આ પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. ગઈકાલથી જ સવાલો ઉઠી રહ્યા હતા કે શા માટે રેહાન અહેમદને સારું પ્રદર્શન કરવા છતાં ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. આજે રાંચી ટેસ્ટ મેચ દરમિયાન રેહાન અહેમદના ઘરે પરત ફરવાના સમાચાર સામે આવ્યા છે. ખેલાડીઓએ સિરીઝ છોડીને પોતાના દેશમાં શા માટે પરત ફર્યા તેનું કારણ હજુ સામે આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે રેહાન કોઈ અંગત કારણોસર પોતાના દેશ પરત ફર્યો છે. હવે જોવાનું એ રહે છે કે પાંચમી ટેસ્ટ મેચ માટે રેહાનના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે છે.

રેહાનની ટેસ્ટ કારકિર્દી

રેહાન અહેમદ માત્ર 19 વર્ષનો છે. અત્યાર સુધીમાં તેણે ઈંગ્લેન્ડ માટે 4 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી તેણે વર્તમાન સિરીઝ દરમિયાન 3 મેચ રમી છે. રેહાને આ 4 મેચની 8 ઇનિંગ્સમાં કુલ 18 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 34.50 હતી. તે બેટમાં પણ સારું યોગદાન આપી રહ્યો છે. ભારત સામેની સિરીઝમાં રેહાનનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. તેણે ત્રણ મેચમાં 11 વિકેટ લીધી અને બેટ વડે લોઅર ઓર્ડરમાં એક કે બે ટૂંકી પરંતુ મહત્વની ઈનિંગ્સ રમી.

જેક લીચ પહેલાથી જ થયો હતો બહાર

રેહાન અહેમદ ઈંગ્લેન્ડ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે હવે ઈંગ્લિશ ટીમ પાસે માત્ર બે સ્પિનરો બાકી છે. હવે ઈંગ્લેન્ડને માત્ર ટોમ હાર્ટલી અને શોએબ બશીર સાથે જ રમવું પડશે. ટીમના સૌથી અનુભવી બોલર જેક લીચને પહેલા જ ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો હતો. લીચને ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ બાદ જ ટીમ છોડવી પડી હતી.

  • Follow us on: