- T20 વર્લ્ડકપનું આયોજન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં થશે
- T20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે નથી
- વરસાદથી મેચ રદ્દ થશે તો ટેબલ ટોપર ટીમને થશે ફાયદો
ICC T20 વર્લ્ડકપ 2024ને લઈને એક નવી માહિતી સામે આવી છે. આ વખતે T20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો કે, આ માટેનો સમય ચોક્કસપણે લંબાવવામાં આવ્યો છે. જો બીજી સેમિ-ફાઇનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થાય છે, તો તેને 250 મિનિટ એટલે કે લગભગ 4 કલાક સુધી લંબાવી શકાય છે. આ સાથે અન્ય નવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. T20 વર્લ્ડકપ 2024નું આયોજન યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં થશે.
1 જુનથી રમાશે T20 વર્લ્ડકપ
T20 વર્લ્ડકપ 2024નું આયોજન 1 જૂનથી કરવામાં આવશે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 26 જૂને રમાશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ગયાનામાં રમાશે. એક અહેવાલ મુજબ બીજી સેમિફાઇનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો આ મેચ વરસાદને કારણે અટકે છે તો તેને 4 કલાક અને 10 મિનિટ સુધી લંબાવી શકાય છે.
વરસાદથી મેચ રદ્દ થશે તો કોને થશે ફાયદો?
જો વરસાદના કારણે મેચ રદ્દ થશે તો તેનો ફાયદો પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમને મળશે. સુપર-એઈટ્સમાં ટોચ પર રહેનારી ટીમને ફાઇનલમાં સ્થાન મળશે. જો કે, મેચ ત્યારે જ રદ થશે જ્યારે બિલકુલ રમવાની શક્યતા ન હોય. આ અંગે અમ્પાયર જ નિર્ણય લેશે. ગયાનાની રમતની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે શરૂ થશે.
પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રહેશે
T20 વર્લ્ડકપ 2024ની પ્રથમ સેમિફાઇનલ 26 જૂને ત્રિનિદાદમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યાથી રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આ મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો તે 27 જૂને રમાઈ શકે છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે.