• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • ભારતીય ટીમ વર્લ્ડકપ માટે અમેરિકા પહોંચી હતી
  • તમારી પસંદગી ન થાય ત્યારે થોડું દુઃખ થાય છે: રિંકુ સિંહ

T20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમ અમેરિકા પહોંચી ગઈ છે. વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી હતી. આ સિવાય 4 પ્લેયર રિઝર્વ પણ છે. જેમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ થાય છે. T20 ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ફિનિશર્સમાંથી એક રિંકુ સિંહે છેલ્લા 15માં સ્થાન ન મળવા પર પોતાનું દર્દ છલકાયું છે.

થોડી દુઃખ થાય છે

એક ઈન્ટરવ્યૂમાં રિંકુએ કહ્યું, "જ્યારે સારું પ્રદર્શન કર્યા પછી પણ તમારી પસંદગી ન થાય ત્યારે થોડું દુઃખ થાય છે. આ વખતે ટીમ કોમ્બિનેશનના કારણે મારી પસંદગી થઈ શકી નથી. જે બાબત આપણા હાથમાં નથી, તેના વિશે વધુ વિચારવું જોઈએ નહીં. શરૂઆતમાં હું થોડો ચિંતિત હતો, પરંતુ જે થયું તે સારું છે. જે થાય છે તે સારા માટે જ થાય છે. રોહિત ભૈયા ખાસ કંઈ બોલ્યા નહીં. તેણે માત્ર મહેનત કરતા રહેવાનું કહ્યું. 2 વર્ષ પછી ફરી વર્લ્ડકપ આવશે. વધારે ચિંતા કરવાની જરૂર નથી.”

હું ટ્રોફી ઉપાડીશ

રિંકુને વર્લ્ડકપની ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે જગ્યા મળી છે. આવી સ્થિતિમાં જો કોઈ ભારતીય ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેની જગ્યા રિંકુ સિંહ લઈ શકે છે. આ અંગે રિંકે કહ્યું, “મારે 28મીએ અમેરિકા જવાનું છે. મારું એકમાત્ર સપનું છે કે હું ટીમમાં જે પણ યોગદાન આપી શકું. તે મારા અને ટીમ માટે સારું રહેશે. હું ઈચ્છું છું કે અમારી ટીમ વર્લ્ડકપ જીતે અને હું ટ્રોફી ઉપાડવા માંગુ છું. મારું સપનું પણ વર્લ્ડકપ જીતવાનું છે. હું જ્યાંથી આવ્યો છું ત્યાંથી રિઝર્વ ખેલાડી પણ રહેવું મારા માટે મોટી વાત છે.”

T20 ઇન્ટરનેશનલમાં પ્રદર્શન

રિંકુએ 18 ઓગસ્ટ, 2023ના રોજ આયર્લેન્ડ સામે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી રમાયેલી 15 T20 આંતરરાષ્ટ્રીય મેચોની 11 ઇનિંગ્સમાં 89.00ની એવરેજ અને 176.23ની સ્ટ્રાઇક રેટથી 356 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 ફિફ્ટી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 69 રન છે.

વર્લ્ડકપ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

રિઝર્વ ખેલાડી: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન.

  • Follow us on: