- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ
- આ સિરીઝની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાઈ રહી છે
- આ મેચમાં રિંકુ સિહ મેદાનમાં ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. પ્રતિષ્ઠિત સિરીઝની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાઈ રહી છે. ભારતીય ટીમનો આશાસ્પદ ખેલાડી રિંકુ સિંહ સેન્ચુરિયન ટેસ્ટના બીજા દિવસે મેદાનમાં ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. રિંકુને મેદાનમાં ફિલ્ડિંગ કરતી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે તેને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી ત્યારે તે મેદાનમાં કેવી રીતે ઉતરી શકે છે.
આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રિંકુ સિહનું નામ સંભવિત ખેલાડીઓની યાદીમાં ન હતું. આવી સ્થિતિમાં તે અવેજી ખેલાડી તરીકે મેદાનમાં કેવી રીતે ઉતરી શકે? આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ માટે કેએસ ભરતને 12મા ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના સિવાય 13મો ખેલાડી મુકેશ કુમાર અને 14મો ખેલાડી રવિન્દ્ર જાડેજા છે.













