- રિંકુ સિંહનો ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- નવી જર્સીમાં રિંકુ સિંહનો ફોટો મળ્યો જોવા
- નવી જર્સી, નવા સ્પોન્સર એડિદાસનો લોગો મળ્યો જોવા
IPLની 16મી સીઝનમાં બોલરોની ચર્ચામાં રહેલા રિંકુ સિંહ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરી શકે છે. ટી20 ટીમમાં રિંકુના સમાવેશને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ક્રિકેટ જાણકારોનું કહેવું છે કે આ બેટ્સમેનને વેસ્ટ ઈન્ડિઝના આગામી પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આવતા મહિને વિન્ડીઝમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ટી20 ટીમની જાહેરાત પછી કરવામાં આવશે. રિંકુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ બેટ્સમેન વિન્ડીઝ પ્રવાસ પર ભારતીય ટીમમાં ચોક્કસ હશે.
KKRએ શનિવારે એક ફોટો શેર કર્યો
રિંકુ સિંહ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝી માટે રમે છે. KKRએ શનિવારે એક ફોટો શેર કર્યો, જેમાં રિંકુ સિંહ બ્લૂ જર્સીમાં જીમમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. રિંકુ સિંહે પહેરેલી બ્લુ જર્સી ટીમ ઈન્ડિયાની નવી જર્સી છે અને તેના પર નવા સ્પોન્સર એડિડાસનો લોગો પણ છે. KKRએ તેના કેપ્શનમાં લખ્યું, 'તેનુ બ્લુ સૂટ કરદા. KKRએ આ લખતા જ લોકોએ અનુમાન લગાવ્યું કે ટીમ ઈન્ડિયામાં રિંકુની એન્ટ્રી બહુ દૂર નથી. રિંકુનો આ ફોટો જોઈને એક યુઝરે લખ્યું કે, 'હવે અમારી રિંકુ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની સ્ટાઈલમાં મેચ પૂરી કરશે અને ભારતને જીત અપાવશે. અન્ય એક યુઝરે લખ્યું, 'એનો અર્થ એ થયો કે રિંકુ દાદા હવે ઈન્ટરનેશનલ રમશે.' રિંકુ સિંહે IPL પછી ઘરેલુ ક્રિકેટમાં ભાગ લીધો હતો, જ્યાં તે ખાસ કમાલ કરી શક્યો ન હતો. દુલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં રિંકુ સિંહને સેન્ટ્રલ ઝોન તરફથી રમવાની તક મળી હતી પરંતુ તે ઈસ્ટ ઝોન સામેની બંને ઈનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે બંને ઇનિંગ્સમાં કુલ 44 રન જ બનાવી શક્યો હતો. અલબત્ત, રિંકુ સિંહની પાસે સેમિફાઈનલમાં હુનર દેખાડવાની તક છે. રિંકુ સિંહની ટીમ સેન્ટ્રલ ઝોન દુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો મુકાબલો વેસ્ટ ઝોન સામે થશે. વેસ્ટ ઝોન સ્ટાર-સ્ટડેડ ટીમ છે, જ્યાં ચેતેશ્વર પૂજારા અને સૂર્યકુમાર યાદવ પણ રમતા જોવા મળશે.
IPL 2023માં આપ્યું હતું ખાસ યોગદાન
રિંકુ સિંહે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં યશ દયાલની ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. આઈપીએલની આ સિઝનમાં તેણે ફિનિશર તરીકે ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રિંકુએ 14 મેચમાં કુલ 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 150ની આસપાસ હતો. તેણે 4 અડધી સદી ફટકારી હતી જ્યારે 6 વખત અણનમ પરત ફર્યો હતો.