ભારતીય ટીમનો વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહ આ દિવસોમાં બાંગ્લાદેશ સાથે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સીરીઝમાં ધૂમ મચાવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની બીજી મેચમાં રોમાંચક જીત હાંસલ કરી હતી. આ મેચમાં રિંકુ સિંહે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. રિંકુ સિંહે ખૂબ જ ઓછા સમયમાં ટીમ માટે એક અલગ ઓળખ બનાવી છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા રિંકુએ પોતાની મહેનતના દમ પર નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
રિંકુએ આ મિસ્ટ્રી ગર્લનું દિલ જીત્યું
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ મેદાન પર ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે અફઘાન બિઝનેસ વુમન વાઝમા અયુબી પણ આવી હતી. વાઝમા અયુબ સુંદરતાનો કોઈ જવાબ નથી. વજમા ઘણીવાર ટીમ ઈન્ડિયા અને તેના ખેલાડીઓને સપોર્ટ કરતા જોવા મળે છે. વાઝમા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.

તેની પોસ્ટ પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરે છે. KKR અને LSG વચ્ચેની મેચ દરમિયાન વાઝમાને રિંકુ સિંહની બેટિંગથી પ્રેમ થઈ ગયો હતો. આ મેચમાં રિંકુએ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ KKR ટીમ 1 રનથી મેચ હારી ગઈ હતી. જે બાદ વાઝમા અયુબે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, "લખનૌ મેચ જીતી ગઈ, પરંતુ રિંકુ સિંહે દિલ જીતી લીધું".
ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂની રાહ
રિંકુ સિંહ ODI અને T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે, પરંતુ હવે તે ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની રાહ જોઈ રહ્યો છે. રિંકુ સિંહે ભારત માટે અત્યાર સુધીમાં 2 ODI અને 25 T20 મેચ રમી છે. તેના નામે 2 ODI મેચમાં 55 રન અને 25 T20 મેચમાં 471 રન છે. તેણે ટી20માં પોતાના બેટથી 3 અડધી સદી પણ ફટકારી છે.