- રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ થયો
- પંતે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તરીકે ડેબ્યૂ કર્યું હતું
- ક્રિકેટ ઉપરાંત પંતને વાંચન અને લેખનમાં પણ રસ છે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતનો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રૂરકી, ઉત્તરાખંડમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજેન્દ્ર પંત, માતાનું નામ સરોજ પંત અને બહેનનું નામ સાક્ષી પંત છે. પંતે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે ડેબ્યૂ કર્યું હતું. પંત ડાબા હાથનો બેટ્સમેન છે. તેણે પોતાની સફરમાં ટીમ ઈન્ડિયા માટે કેટલીક યાદગાર ઈનિંગ્સ પણ રમી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં ગાબા ટેસ્ટ દરમિયના રમેલી 97 રનની ઈનિંગ સૌથી મોખરે છે. અત્યાર સુધીમાં તેણે 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 મેચ રમી ચૂક્યો છે. પંતે ટેસ્ટમાં 2271 રન, વનડેમાં 865 રન અને ટી20માં 987 રન બનાવ્યા છે.
પંતને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો અને તે 12 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે. ક્રિકેટ ઉપરાંત પંતને વાંચન અને લેખનમાં પણ રસ છે અને તેણે બી. કોમ. સુધીનો અભ્યાસ પણ કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતનો 30 ડિસેમ્બર 2022ના રોજ અકસ્માત થયો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પંતે 14 મહિના બાદ IPLમાં વાપસી કરી છે.

રાજેન્દ્ર પંત
રિષભ પંતના પિતાનું નામ રાજેન્દ્ર પંત છે. જેઓ એક ખાનગી શાળા ચલવતા હતા. કમનસીબે, રિષભ પંતનનું IPLમાં ડેબ્યૂ બાદ થોડા દિવસોમાં તેના પિતાનું અવસાન થયું. તે સમયે પંત IPL 2017માં દિલ્હી તરફથી રમી રહ્યો હતો. તે અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા અને પછી બેંગ્લોર સામેની મેચ પહેલા ટીમમાં જોડાયો. પંતે તેના પિતાના મૃત્યુ બાદ તેની પ્રથમ મેચમાં ફિફ્ટી ફટકારી હતી.

સાક્ષી પંત
રિષભ પંતને સાક્ષી પંત નામની એક મોટી બહેન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાક્ષીનો જન્મ 24 સપ્ટેમ્બર, 1995ના રોજ થયો હતો અને તે રિષભ કરતા બે વર્ષ મોટી છે. સાક્ષીએ સોશિયલ મીડિયાની દુનિયામાં સફળતા હાંસલ કરી છે. તે હાલમાં યુકેમાં રહે છે. સાક્ષીના તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લગભગ 1 લાખ ફોલોઅર્સ છે અને તે નિયમિતપણે તેના જીવનની વિવિધ ક્ષણોનો આનંદ માણતા ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. તાજેતરમાં, 5મી જાન્યુઆરી, 2024 ના રોજ, સાક્ષીએ યુકેમાં તેના બોયફ્રેન્ડ અંકિત ચૌધરી સાથે સગાઈ કરી હતી.

કોણ છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ?
ઈશા નેગી પંતની ગર્લફ્રેન્ડ છે. તે ઈન્ટીરીયર ડેકોર ડીઝાઈનર અને એક આંત્રપ્રિન્યોર પણ છે. જાન્યુઆરી 2019 માં, પંતે તેમના સંબંધોની જાહેરાત કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર તેની સાથે એક ફોટો શેર કર્યો હતો.
