• ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત છોડી શકે છે દિલ્હી કેપિટલ્સ
  • IPL 2025ની મેગા ઓક્શન પહેલા પંત લઇ શકે છે મોટો નિર્ણય
  • રિકી પોન્ટિંગના ગયા બાદ ટીમના મુખ્ય કોચનું પદ ખાલી થયું

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. રિપોર્ટ્સ અનુસાર IPL 2025ની મેગા ઓક્શન પહેલા જ રિષભ પંત મોટો નિર્ણય લઈ શકે છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ પણ દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીને ઝટકો આપી ચુક્યા છે. પોન્ટિંગ 7 વર્ષ સુધી DC સાથે જોડાયેલા હતા, પરંતુ તેમના ગયા બાદ ટીમના મુખ્ય કોચનું પદ ખાલી થઈ ગયું છે.

પોન્ટિંગ સાથે પંત પણ છોડી શકે છે દિલ્હી કેપિટલ્સ

રિષભ પંત અને રિકી પોન્ટિંગ ઘણા સારા મિત્રો બની ગયા હોવાથી માનવામાં આવે છે કે રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સ છોડવાના કારણે પંત પણ આ મોટો નિર્ણય લઈ શકે છે. રિષભ પંત 2016થી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો છે. વર્ષ 2021માં શ્રેયસ ઐયરને ઈજા થયા બાદ પંતને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ત્યારથી પંત દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો છે. જો પંત દિલ્હી છોડી દે છે તો દેખીતી રીતે મેગા ઓક્શનમાં તેના માટે કરોડો રૂપિયાની બોલી લાગી શકે છે.

રિષભ પંતના નેતૃત્વમાં દિલ્હીનું પ્રદર્શન

રિષભ પંત છેલ્લા ચાર વર્ષથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કેપ્ટનશિપમાં દિલ્હી માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી શકી છે. 2021માં દિલ્હી કેપિટલ્સ બીજી ક્વોલિફાયર મેચમાં KKR સામે હારી ગયું હતું. તે પછી દિલ્હી પ્લેઓફમાં પહોંચી શક્યું નથી. આઇપીએલ 2024ની વાત કરીએ તો દિલ્હી છઠ્ઠા સ્થાને હતું.

સૌરવ ગાંગુલીએ કહી આ વાત

દિલ્હીના હેડ કોચ રિકી પોન્ટિંગે DC છોડ્યા પછી સૌરવ ગાંગુલીએ કહ્યું, "હું તમને એક સમાચાર કહેવા માંગુ છું. રિકી પોન્ટિંગ હવે DCના મુખ્ય કોચ નહીં હોય. રિકી પોન્ટિંગે છેલ્લા 7 વર્ષમાં દિલ્હી કેપિટલ્સ માટે કોઈ મોટો નિર્ણય લીધો નથી. તમારે મેનેજમેન્ટ સાથે વાત કરવાની જરૂર છે. કોચ પદ માટે કોઈ ભારતીયની પસંદગી કરવામાં આવે.

  • Follow us on: