- રોહિત શર્માએ 7 વર્ષ બાદ ODI ફોર્મેટમાં વિકેટ લીધી
- રોહિતને વિકેટ મળતા તેની પત્ની ખુશીથી ઝૂમી ઉઠી
- વર્લ્ડકપ 20323માં ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું
ભારતીય કેપ્ટન રોહિત શર્મા નેધરલેન્ડ સામે 48મી ઓવર નાખવા આવ્યો હતો. ત્યાં સુધીમાં ડચ ટીમની હાર નિશ્ચિત હતી. રોહિત શર્માના પ્રથમ 3 બોલ પર નેધરલેન્ડના બેટ્સમેનોએ 1-1 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટનના ચોથા બોલ પર તેજા નિદામાનુરુએ સિક્સર ફટકારી હતી. પરંતુ આ પછી રોહિત શર્માએ પાંચમા બોલ પર તેજા નિદામાનુરુને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. મોહમ્મદ શમીએ રોહિત શર્માના બોલ પર તેજા નિદામાનુરુનો કેચ પકડ્યો હતો. આ રીતે રોહિત શર્માએ લગભગ 7 વર્ષ બાદ ODI ફોર્મેટમાં વિકેટ લીધી.
રિતિકા સજદેહની ખુશીનો કોઈ પાર નથી...
રોહિત શર્માને વિકેટ મળતા જ પત્ની રિતિકા સજદેહખુશીથી ઝૂમી ઉઠી હતી. આ દરમિયાન રિતિકા સજદેહની ખુશી જોવા જેવી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
ભારત-નેધરલેન્ડ મેચમાં શું થયું?
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. આ સિવાય રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. ભારતના 410 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માએ 1-1 વિકેટ લીધી હતી. આ રીતે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં સતત 9મી જીત નોંધાવી હતી.હવે ભારતની આગામી મેચ ન્યુઝીલેન્ડ સામે રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.