• આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ
  • રોહિત શર્માએ વર્લ્ડકપ 2023મા 24 સિક્સ ફટકારી
  • રોહિત શર્માએ એબી ડી વિલિયર્સને પાછળ છોડ્યો

ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ વર્લ્ડકપમાં રોહિત શર્માએ એટલી સિક્સર ફટકારી છે જેટલી વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈ કેપ્ટને એક પણ વર્લ્ડકપ સિઝનમાં ફટકારી નથી. રોહિત શર્માએ આ વર્લ્ડકપની લગભગ તમામ મેચોમાં શાનદાર બેટિંગ કરી છે. રોહિતે દરેક મેચમાં ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો છે અને તેથી તેણે ઘણી સિક્સર ફટકારી છે. ભારતની છેલ્લી લીગ મેચ 12મી નવેમ્બરે નેધરલેન્ડ સામે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને કેપ્ટન રોહિતે ફરી એકવાર ઝડપી શરૂઆત કરવા માટે છગ્ગા ફટકારવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

રોહિત શર્માએ વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકારી

રોહિત શર્માએ 2023 વર્લ્ડકપમાં કેપ્ટન તરીકે અત્યાર સુધી 24 સિક્સર ફટકારી છે, જે વર્લ્ડકપની એક સિઝનમાં કોઈપણ કેપ્ટન દ્વારા સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બની ગયો છે. આ યાદીમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગન હવે રોહિત શર્માથી પાછળ રહી ગયા છે. ઇયોન મોર્ગને 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 22 સિક્સર ફટકારી હતી. હવે આ યાદીમાં ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને શ્રી 360 ડિગ્રી પ્લેયર એબી ડી વિલિયર્સનું નામ સામેલ છે. ડી વિલિયર્સે 2015 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 21 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું નામ સામેલ છે. ફિન્ચે 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 19 સિક્સર ફટકારી હતી. આ લિસ્ટમાં ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બેન્ડમ મેક્કુલમનું નામ પાંચમા નંબર પર સામેલ છે, જેણે 2015 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 17 સિક્સર ફટકારી હતી.

ડી વિલિયર્સને પાછળ છોડ્યો

તે એક કેલેન્ડર વર્ષમાં ODI ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે આ રેસમાં અનુભવી બેટ્સમેન એબી ડી વિલિયર્સને પાછળ છોડ્યો છે.સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ડી વિલિયર્સે 2015માં વનડે મેચમાં 58 સિક્સ ફટકારી હતી. આ રેકોર્ડ છેલ્લા 7 વર્ષથી તેના નામે હતો. હવે આ મામલે રોહિત શર્મા ટોપ પર આવી ગયો છે.

રોહિત શર્મા સિક્સર કિંગ

રોહિત શર્માએ વર્લ્ડકપ 2023માં જ સિક્સર ફટકારવાના મામલે સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આ મામલે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલને પાછળ છોડ્યો હતો. ગેલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 553 સિક્સર ફટકારી હતી. રોહિત હવે ગેલ કરતાં 20+ સિક્સરથી આગળ છે.

  • Follow us on: