- ટીમ ઈન્ડિયા હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે
- આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા 5 T20I મેચ રમશે
- આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને મળી તક
T20 વર્લ્ડકપમાં ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના યુવાઓ નવી જીતની તૈયારીમાં વ્યસ્ત છે. યુવા ખેલાડીઓથી ભરેલી ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે ધમાલ મચાવવા માટે તૈયાર છે. પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. 5 મેચની આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી છે.
જેમાં IPL 2024માં ધૂમ મચાવનાર રિયાન પરાગ અને અભિષેક શર્મા જેવા નામ પણ સામેલ છે. રિયાન પરાગે પોતાના પહેલા જ પ્રવાસમાં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાના ઉત્સાહમાં મોટી ભૂલ કરી હતી. BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં રિયાને આ રહસ્ય જાહેર કર્યું છે.
રિયાન પરાગ પાસપોર્ટ ભુલ્યો
રોહિત શર્મા તેના અલગ સ્વભાવ માટે જાણીતો છે, ભૂલી જવાની રોહિતની આદત જાણીતી છે. વિરાટ કોહલીએ પણ એક શોમાં ખુલાસો કર્યો છે કે હિટમેન સૌથી વધુ ભૂલી જાય છે. ક્યારેક પાસપોર્ટ, ક્યારેક ફોન, રોહિત એક વાર તો પોતાના લગ્નની વીંટી પણ હોટલમાં ભૂલી ગયો. હવે રિયાન પરાગે આવું જ કર્યું છે.
રિયાન પરાગે શું કહ્યું?
BCCI દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં રિયાન પરાગે કહ્યું, 'આ રીતે મુસાફરી કરવાનું મારું બાળપણનું સપનું હતું. અમે મેચો રમીએ છીએ પરંતુ આવી વસ્તુઓ ક્રિકેટમાં પણ આવે છે, જેમ કે ટીમ સાથે પ્રવાસ કરવો, ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને જવું. હું એટલો ઉત્સાહિત હતો કે હું મારો પાસપોર્ટ અને મારો ફોન ભૂલી ગયો હતો. હવે મારી પાસે બંને છે.
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિયન પરાગ, રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિંકુ સિંહ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, આવેશ ખાન, ખલીલ અહેમદ, તુષાર દેશપાંડે, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર.