• ભારતીય ટીમ 4 જુલાઈએ ભારત પરત ફરશે
  • મુંબઈ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવશે
  • રોહિત શર્માએ ફેન્સને ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનમાં સામેલ થવા માટે મુંબઈ આવવા આમંત્રણ આપ્યું છે

ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જીતીને પોતાના દેશ પરત ફરી રહી છે. વાવાઝોડાના કારણે ભારતીય ટીમ બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. ટીમ ટૂંક સમયમાં ત્યાંથી રવાના થશે અને 4 જુલાઈના રોજ સવારે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચશે. આ પછી આખી ટીમ હોટલ પહોંચશે. ત્યારબાદ તે સવારે 9 વાગે પીએમ મોદીને મળવા જશે. તેમનું કાર્ય અહીં લગભગ 12 વાગ્યા સુધી ચાલશે.

આ પછી ટીમ હોટલ પહોંચશે અને પછી મુંબઈ જવા માટે સીધી એરપોર્ટ પહોંચશે. સાંજે 4 વાગ્યાની આસપાસ એરપોર્ટ પહોંચશે. મુંબઈ પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાની વિજય પરેડ કાઢવામાં આવશે. કેપ્ટન રોહિત શર્માએ એક પોસ્ટ દ્વારા ફેન્સને ખાસ વિનંતી કરી છે. કેપ્ટન રોહિતે એક્સ પર લખ્યું છે કે અમે તમારા બધા સાથે આ ખાસ પળનો આનંદ માણવા માંગીએ છીએ. ચાલો આ વિજયની ઉજવણી મરીન ડ્રાઈવ અને વાનખેડે ખાતે 4 જુલાઈના રોજ સાંજે 5:00 વાગ્યાથી વિજય પરેડ સાથે કરીએ.

ઓપન બસ પરેડ યોજવામાં આવશે

ટીમ ઈન્ડિયા સાંજે 5 થી 7 વાગ્યા સુધી ઓપન બસ પરેડ યોજશે. આ પછી સાંજે 7 થી 7.30 સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ ટીમ હોટલ તાજ જવા રવાના થશે. આનો અર્થ એ છે કે ફેન્સને તેમના મનપસંદ સ્ટાર્સ સાથે આ જીતની ઉજવણી કરવાની તક મળશે.

 

વિશેષ ફ્લાઈટ ખેલાડીઓને ભારત પરત લાવશે

ટીમ ઈન્ડિયા બુધવારે સાંજે બાર્બાડોસથી રવાના થશે. ભારતીય ટીમે 29 જૂને દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી હતી. એક દિવસ પછી ટીમ ભારત જવાની હતી, પરંતુ બેરીલ તોફાનના જોખમને કારણે આ થઈ શક્યું નહીં. તોફાનના કારણે બાર્બાડોસના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે ટીમના ખેલાડીઓ, બીસીસીઆઈના અધિકારીઓ અને પત્રકારો ત્યાં અટવાઈ ગયા હતા.

હવે બીસીસીઆઈ સેક્રેટરીએ કહ્યું છે કે દરેકની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. માહિતી મુજબ એર ઈન્ડિયાની AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડકપ) નામની વિશેષ ચાર્ટર ફ્લાઈટ ભારતીય ટીમ અને સ્ટાફને પરત લાવવા માટે તૈયાર છે. 

Image : Instagram

  • Follow us on: