• ભારત-શ્રીલંકા વચ્ચે આર પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે
  • રોહિત શર્મા વનડેમાં 10 હજાર રન બનાવનાર છઠ્ઠો ભારતીય
  • વનડે ક્રિકેટમાં રોહિતે 10 હજાર રન પૂરા કરી લીધા છે

એશિયા કપ 2023માં ભારત-શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ દરમિયાન રોહિત શર્મા વનડેમાં 10 હજાર રન બનાવનાર છઠ્ઠો ભારતીય છે. તેના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

રોહિત 10 હજારના લિસ્ટમાં થયા સામેલ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની મેચમાં વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કરી લીધા છે. આવું કરનાર તેઓ છઠ્ઠા ભારતીય છે. તેમના પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે અત્યાર સુધી 241 ODI ઇનિંગ્સમાં 49ની એવરેજ અને 90ની સ્ટ્રાઇક રેટથી 10 હજારથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 30 સદી અને 50 અડધી સદી ફટકારી છે.

રોહિતના નામે વધુ એક રોકોર્ડ

શ્રીલંકા સામેની મેચમાં રોહિતને માત્ર 22 રન બનાવવાની જરૂર હતી અને તેમણે આ સિદ્ધિ સરળતાથી મેળવી લીધી. એશિયા કપમાં ભારતની છેલ્લી મેચ પાકિસ્તાન સાથે હતી. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 122 રન બનાવ્યા અને વનડે ક્રિકેટમાં પોતાના 13 હજાર રન પૂરા કર્યા. હવે રોહિત શર્મા 10 હજારી બની ગયો છે. રોહિતે પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે વનડેમાં અડધી સદી પૂરી કરી હતી. હવે તેના નામે વધુ એક સિદ્ધિ છે.

ODIમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડીઓ

ખેલાડીરનસરેરાશઈનિંગ્સસદી અડધી સદી
સચિન તેંડુલકર18,42644.834524996
વિરાટ કોહલી13,024 57.622674765
સૌરવ ગાંગુલી11,221 40.952972271
રાહુલ દ્રવિડ10,76839.153141282
મહેંન્દ્ર સિંહ ધોની10,599 50.23294973
રોહિત શર્મા10,000*48.912403050

  • Follow us on: