• ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચમાં ભારતની જીત
  • વરસાદને કારણે રિઝર્વ ડે પર મેચ રમાઈ હતી
    મેચના 3 ટર્નિંગ પોઈન્ટે ભારતની જીત કરી નક્કી

એશિયા કપ 2023ના સુપર-4માં ભારતે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 356 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 32 ઓવરમાં માત્ર 128 રન બનાવી શકી હતી.

રિઝર્વ ડે પર ગેમ પૂર્ણ થઈ

એશિયા કપ 2023ના સુપર-4માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ પહેલા દિવસે વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. પહેલા દિવસે માત્ર 24.1 ઓવર રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા હતા. આ પછી રિઝર્વ ડે પર રમત પૂરી થઈ.

ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પાકિસ્તાન પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું હતું. બેટિંગ હોય કે બોલિંગ, ભારતીય ટીમે પાકિસ્તાનને દરેક જગ્યાએ હરાવ્યું. પરંતુ આ સમગ્ર મેચ દરમિયાન 3 ટર્નિંગ પોઈન્ટ હતા જેના કારણે ભારતે પાકિસ્તાન સામે શાનદાર જીત મેળવી અને બાબરની સેનાને ધ્વંસ્ત કરી હતી.

શુભમન ગિલનો કેચ ડ્રોપ

મેચનો પહેલો ટર્નિંગ પોઈન્ટ બીજી ઓવરના પહેલા બોલ પર આવ્યો, જ્યારે શાહીન આફ્રિદીએ નસીમ શાહની બોલ પર કેચ છોડ્યો. પછી શું હતું શુભમને જે ઝડપ પકડી હતી. જેને પાકિસ્તાની પેસ બેટરી માટે રોકવી મુશ્કેલ બની ગઈ હતી. શુભમને પણ આ લાઈફલાઈનનો ભરપૂર લાભ લીધો. રોહિત શર્મા સાથે મળીને તેણે પ્રથમ વિકેટ માટે 121 રનની શાનદાર ભાગીદારી કરી હતી. શુભમન ગિલે 52 બોલમાં 58 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં શુભમને 10 શાનદાર ચોગ્ગા પણ ફટકાર્યા હતા.

વિરાટ-રાહુલની સદી

વરસાદના કારણે પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની ઈનિંગમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. આ પછી રિઝર્વ ડેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે 147 રનથી ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બીજા દિવસે વિરાટ અને રાહુલે મક્કમ બેટિંગ કરીને પાકિસ્તાનના બોલરોને વિકેટો માટે તલપાપડ કરી દીધા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ 84 બોલમાં પોતાની સદી પૂરી કરી અને ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

કેએલ રાહુલ પણ પાછળ રહ્યો ન હતો. રાહુલ પણ ઈજા બાદ પરત ફર્યો હતો અને તેણે 111 રનની અણનમ ઇનિંગ રમી હતી. વિરાટ અને રાહુલની આ જોરદાર રમતના કારણે ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરની રમતમાં 2 વિકેટના નુકસાન પર 356 રન બનાવ્યા હતા.ૉ

કુલદીપ યાદવની સ્પિન

પાકિસ્તાન ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં હતી. એશિયા કપમાં ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાબર સેનાની બેટિંગની ખરી કસોટી ભારત સામે આવી. ટીમ ઈન્ડિયાની મેચમાં કુલદીપ યાદવે પોતાની સ્પિનનો એવો જાદુ ચલાવ્યો કે આખી પાકિસ્તાની ટીમ લથડી પડી.

ટીમ ઈન્ડિયા માટે બોલિંગમાં કુલદીપ યાદવે પોતાના વર્ચસ્વ જમાવ્યું હતું. તેમણે 8 ઓવરમાં માત્ર 25 રન આપીને 5 વિકેટ લીધી હતી. કુલદીપ ઉપરાંત જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ એક-એક વિકેટ લીધી હતી.

  • Follow us on: