- MS ધોનીએ CSKની કેપ્ટન્સી છોડી દેવાનો નિર્ણય કર્યો
- રૂતુરાજ ગાયકવાડ CSK ટીમનો નવો કેપ્ટન બન્યો છે
- રોહિત શર્મા અને સૂર્યકુમારે આ મામલે પ્રતિક્રિયા આપી
અનુભવી MS ધોનીએ ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી દેવાનો નિર્ણય કરીને ચાહકોને મોટો આંચકો આપ્યો હતો. રૂતુરાજ ગાયકવાડ CSK ટીમનો નવો કેપ્ટન બન્યો છે. MS ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલમાં ઘણા મોટા માઈલસ્ટોન હાંસલ કર્યા હતા. ધોનીની કેપ્ટન્સીમાં ટીમ 11 વખત ફાઇનલમાં પહોંચી છે. ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે તેના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે.
રોહિત શર્માએ આપ્યું રિએક્શન
રોહિત શર્મા અને MS ધોની IPLમાં સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. આ બંનેએ પોતાની કેપ્ટનશિપમાં 5-5 વખત IPL ટ્રોફી જીતી છે. ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે MS ધોની સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. વિરાટ કોહલીએ 2021 પછી સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં આઈપીએલમાં કેપ્ટન તરીકે આ ત્રણ સ્ટાર ખેલાડીઓની કારકિર્દી ખતમ થઈ ગઈ છે.
સૂર્યકુમાર યાદવે પાઠવી શુભેચ્છાઓ
આ પોસ્ટ શેર કરતા સૂર્યકુમાર યાદવે લખ્યું, “ભાઈ, તમે એ હકીકતને નકારી ન શકો કે તમારી પાસે મોટી જવાબદારી છે. પરંતુ મને ખાતરી છે કે તમારા શાંત અને કંપોઝ વર્તનથી તમે આ ટીમની પરંપરાને તમારી આગવી શૈલીમાં આગળ વધારશો.

ભારત માટે 8 ODI અને 19 T20 મેચ રમનાર રૂતુરાજ 2020માં CSK સાથે જોડાયો અને પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ માટે 52 મેચ રમ્યો. ગયા વર્ષે રૂતુરાજે 16 મેચમાં 147.5 રન બનાવ્યા હતા. 50ના સ્ટ્રાઈક રેટથી 590 રન બનાવ્યા હતા.