- રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી
- રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડકપ જીત્યો હતો
- રોહિત શર્માએ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન
T20 વર્લ્ડકપ 2024નું ટાઇટલ જીત્યા બાદ રોહિત શર્માએ T20Iમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોહિતની કપ્તાનીમાં ત્રણ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા આખરે વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી. હાલમાં રોહિત શર્મા ક્રિકેટથી દૂર પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યો છે. આ દરમિયાન રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિતે ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે મોટું નિવેદન આપ્યું છે.
નિવૃત્તિ અંગે રોહિતનું નિવેદન
રોહિત શર્માનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોઈ કાર્યક્રમનો જણાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રોહિત ક્રિકેટમાંથી નિવૃત્તિ વિશે કહે છે કે હું હજી આટલું આગળ વિચારી રહ્યો નથી. તમે મને થોડો વધુ સમય રમતા જોશો. રોહિતનું આ નિવેદન સાંભળીને કાર્યક્રમમાં બેઠેલા લોકોએ જોર જોરથી બૂમો પાડી હતી. રોહિતે સ્પષ્ટ કર્યું છે કે તે હજુ ક્રિકેટ રમવા માંગે છે. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
CT 2025 અને WTC 2025માં કેપ્ટન રહેશે
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિત હવે ODI અને ટેસ્ટ ક્રિકેટમાં રમતો જોવા મળશે. ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સાથે ODI અને T20 સિરીઝ રમવાની છે, અહેવાલો અનુસાર, રોહિત શર્મા પણ શ્રીલંકા પ્રવાસમાંથી બહાર થઈ જશે. હવે રોહિતનું આગામી લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ છે. રોહિત શર્મા આ બંને ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. જેની પુષ્ટી BCCIના સેક્રેટરીએ કરી છે.