• ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સાથે સિરીઝ રમશે
  • બંને સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટે ટીમની જાહેરાત કરી
  • પેટ કમિન્સને બંને સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો

ઓસ્ટ્રેલિયાએ હવે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમવાની છે. જેને લઈને ઓસ્ટ્રેલિયા ક્રિકેટે ટીમની જાહેરાત કરી છે. ટીમની ટીમ જાહેર થયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે વિશ્વ વિજેતા કેપ્ટનને બંને સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ સ્કોટલેન્ડ સાથે ત્રણ મેચની T20 અને ઈંગ્લેન્ડ સાથે 5 મેચની ODI સિરીઝ રમવાની છે.

પેટ કમિન્સ ટીમની બહાર

પેટ કમિન્સને બહાર રાખવા અંગે ઓસ્ટ્રેલિયા ક્રિકેટે કહ્યું કે આગામી વર્ષની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ અને કામના ભારણને કારણે તેને આ બંને સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરનાર મિશેલ માર્શ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સાથેની સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. પેટ કમિન્સ ઉપરાંત ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને પણ બહાર રાખવામાં આવ્યો છે. જો કે મિચેલ સ્ટાર્ક ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં રમતો જોવા મળશે.

આ ખેલાડીને પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે

IPL 2024માં દિલ્હી કેપિટલ્સ માટે ધમાલ મચાવનાર જેક ફ્રેઝર-મેકગર્કને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેક ફ્રેઝર-મેકગર્કને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની સિનિયર ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમની જાહેરાત કરતા મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઈલીએ કહ્યું કે ડેવિડ વોર્નર અને મેથ્યુ વેડ આ સિરીઝમાં નહીં રમે, તેથી આ બે સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓને તક આપવામાં છે.

ઓસ્ટ્રેલિયાની T20 ટીમ

મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, એરોન હાર્ડી, એડમ ઝમ્પા, સ્પેન્સર જોન્સન, માર્કસ સ્ટોઈનીસ, જોશ ઈંગ્લીસ.

ઓસ્ટ્રેલિયાની ODI ટીમ

મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર-મેકગર્ક, એલેક્સ કેરી, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, સીન એબોટ, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લીસ, એડમ ઝમ્પા, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક.

  • Follow us on: