• WCL 2024માં પાકિસ્તાનને હરાવીને ભારત બન્યું ચેમ્પિયન
  • જીત બાદ ખેલાડીઓએ તૌબા-તૌબા ગીત પર ડાન્સ કર્યો
  • ડાન્સ સ્ટેપ્સને લઈને પેરાલિમ્પિક સમિતિએ વાંધો ઉઠાવ્યો

T20 વર્લ્ડકપ જીત્યા બાદ ભારતે વધુ એક ટ્રોફી જીતી લીધી છે. ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સમાં પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ટુર્નામેન્ટ બાદ ટીમના ખેલાડીઓને ઉજવણી કરવી ભારે પડી છે. સ્થિતિ એવી હતી કે યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના તૌબા-તૌબા ગીત પર ડાન્સ કરવા લાગ્યા હતા. પરંતું હવે આ ડાન્સના સ્ટેપ્સને લઈને વિવાદ વકર્યો છે.

ડાન્સ સ્ટેપ્સ પર ઉઠ્યા સવાલ

હાલમાં જ હરભજન સિંહે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં યુવરાજ સિંહ પહેલા એન્ટ્રી કરે છે. યુવી બંને પગ લંગડાતો ગેટની અંદર આવે છે. આ પછી ભજ્જી અને રૈના પણ આવી જ એક્શન કરવા લાગે છે. જો કે તે વિકી કૌશલના સ્ટેપ્સ ફોલો કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સ્ટેપ્સ વિવાદનું કારણ બની રહ્યા છે. આને દિવ્યાંગોનું અપમાન કહેવામાં આવી રહ્યું છે. ભારતની પેરાલિમ્પિક સમિતિએ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કમિટીએ આ વીડિયો સામે વાંધો વ્યક્ત કર્યો છે અને ખેલાડીઓને માફી માંગવા કહ્યું છે.

ભેદભાવને પ્રોત્સાહન આપવાનો આરોપ

સમિતિનું કહેવું છે કે આ એક અસંવેદનશીલ કૃત્ય છે. સેલિબ્રિટી બનીને તમારે સારા દાખલા બેસાડવા જોઈએ, પરંતુ અહીં વિકલાંગોનું અનુકરણ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. આનાથી ભેદભાવને પ્રોત્સાહન મળશે. આ માટે માફી માંગવી જોઈએ. પેરા સ્વિમર શમ્સ આલમે પણ તેને વિકલાંગોનું અપમાન ગણાવ્યું છે. તેણે કહ્યું કે આ વીડિયોમાં જે રીતે હાવભાવ કરવામાં આવ્યા છે તે વિકલાંગોની મજાક ઉડાવી રહ્યા છે. શું તમે તમારા સંબંધીઓ સાથે પણ આવી જ મજાક કરશો?

હરભજન સિંહે માફી માંગી

હરભજન સિંહે મામલાની ગંભીરતા સમજતા સોશિયલ મીડિયા પરથી વીડિયો ડિલીટ કરી દીધો છે. અને માફી પણ માંગી હતી. "હું ઇંગ્લેન્ડમાં ચેમ્પિયનશિપ જીત્યા પછી સોશિયલ મીડિયા પર અમારા તાજેતરના વિડિયો વિશે ફરિયાદ કરી રહેલા લોકોને સ્પષ્ટ કરવા માંગુ છું. અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા. અમે દરેક વ્યક્તિ અને સમુદાયનું સન્માન કરીએ છીએ. આ વિડિયો માત્ર 15 દિવસ સુધી સતત ક્રિકેટ રમ્યા બાદ અમારા શરીરને થતા દુખાવાને પ્રતિબિંબિત કરવા માટે હતો.. અમે કોઈને ઉશ્કેરવાનો કે અપમાન કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા. તેમ છતાં જો લોકોને લાગે કે મેં કંઈ ખોટું કર્યું છે. હું બધા મને માફી માગું છું.

  • Follow us on: