• IPL 2025 પહેલા મેગા ઓકશનનું આયોજન કરવમાં આવશે
  • જેના કારણે દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં મોટા ફેરફારો થવાનું નિશ્ચિત
  • રિષભ પંત મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે

T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ ચેમ્પિયન બની હતી. T20 વર્લ્ડકપ બાદ હવે બધાની નજર આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી અને IPL પર છે. IPL 2025 સિઝન પહેલા મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે, જેના કારણે દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં મોટા ફેરફારો થવાનું નિશ્ચિત છે. આ સમયગાળા દરમિયાન કેટલીક ટીમોમાં કેપ્ટનશિપમાં ફેરફાર થઈ શકે છે. જ્યારે ગત IPL સિઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને લઈને આ ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે અચાનક દિલ્હીના કેપ્ટન પંત વિશેની અફવાઓથી બજાર ગરમ થઈ ગયું છે.

પોન્ટિંગનો દિલ્હીના કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત

દિલ્હી કેપિટલ્સે તાજેતરમાં રિકી પોન્ટિંગનો કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતાં જ તેમની વિદાયની જાહેરાત કરી હતી, જે સાત સિઝન સુધી ટીમના કોચ રહી ચૂક્યા છે. આ પગલા સાથે, ફ્રેન્ચાઇઝી સાથે રિષભ પંતના ભવિષ્યને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કાર અકસ્માતને કારણે એક વર્ષના અંતરાલ બાદ IPL 2024માં ક્રિકેટમાં પરત ફરેલા પંતે IPL 2024માં કેપ્ટન તરીકે ટીમમાં વાપસી કરી હતી.

શું પંત દિલ્હી છોડશે?

રિકી પોન્ટિંગની વિદાય પછી, રિષભ પંતના દિલ્હી કેપિટલ્સ છોડવાની અફવાઓ 'X' જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેજ થઈ ગઈ છે. કેટલાક ચાહકો દાવો કરે છે કે પંત ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈને એમએસ ધોનીનું સ્થાન લઈ શકે છે. જોકે, પંત કે કોઈ સત્તાવાર સ્ત્રોતે આ દાવાઓને સમર્થન આપ્યું નથી. એક યુઝરે ટ્વીટ કર્યું કે રિષભ પંત મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે," જ્યારે બીજાએ તેને CSKમાં જવાની સંભાવના વિશે અનુમાન કર્યું છે.

દિલ્હીએ ઘણા મેચ વિનિંગ ખેલાડીઓને છોડી દીધા

દિલ્હી કેપિટલ્સનો ઈતિહાસ પણ એવો જ રહ્યો છે જ્યાં ફ્રેન્ચાઈઝીએ ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓને છોડી દીધા છે. પંત પહેલા સુકાની રહેલા શ્રેયસ ઐયર તેનું ઉદાહરણ છે. અન્ય નામોમાં આન્દ્રે રસેલ, એબી ડી વિલિયર્સ, ડેવિડ વોર્નર અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે.

  • Follow us on: