ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 8 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો તેણે સરળતાથી પીછો કરી લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીંથી જ ટીમ ઈન્ડિયા મેચમાં પાછળ રહી ગઈ હતી.
રચિન રવિન્દ્રએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી
ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં કુલ 402 રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે રચિન રવિન્દ્ર સૌથી મોટો હીરો સાબિત થયો હતો. તેણે સદી ફટકારી હતી. તેને ડેવોન કોનવે અને ટિમ સાઉથીનો સારો સાથ મળ્યો હતો. આ બંને ખેલાડીઓએ ફિફ્ટી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ ન્યૂઝીલેન્ડની ટીમ સારી સ્થિતિમાં પહોંચી છે. ત્યારબાદ ભારત તરફથી કુલદીપ યાદવે અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે બીજા દાવમાં વાપસી કરી હતી
ભારતીય ટીમે બીજા દાવમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. ટોપ ઓર્ડરના તમામ બેટ્સમેન લયમાં જોવા મળ્યા. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ ખાને જોરદાર સદી ફટકારી અને 150 રનની ઇનિંગ રમી. તેના સિવાય રિષભ પંતે જોરદાર બેટિંગ કરી હતી. તેણે 99 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે બીજા દાવમાં 462 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો તેણે સરળતાથી પીછો કરી લીધો હતો.
રોહિત શર્માનું નામ ખરાબ યાદીમાં જોડાયું
ભારતની ધરતી પર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની આ માત્ર ત્રીજી જીત છે. આ ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડે 36 વર્ષ પહેલા 1988માં ભારતની ધરતી પર ટેસ્ટ મેચ જીતી હતી. જે બાદ હવે ન્યુઝીલેન્ડને જીત મળી છે. રોહિત મેચ હારતાની સાથે જ તેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે ત્રીજો ભારતીય સુકાની બન્યો છે જેની કપ્તાનીમાં ભારત ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ હારી ગયું છે. જેના કારણે દિલીપ વેંગસરકર અને મન્સૂર અલી ખાન પટૌડીની કપ્તાની હેઠળની ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ મેચ હારી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમે ભારતની ધરતી પર 38 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે ત્રણમાં જીત અને 17 ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. 17 ટેસ્ટ મેચ ડ્રો રહી છે.
ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ મેચમાં ભારતની હાર
- 1969માં નાગપુર ટેસ્ટમાં 167 રને હાર
- 1988માં મુંબઈ ટેસ્ટમાં 136 રને હાર
- 2024માં બેંગલુરુ ટેસ્ટમાં 8 વિકેટે હાર