• વર્લ્ડકપમાં વિરાટ અને રોહિતમાંથી કોણ છે બેસ્ટ
  • રોહિત અને વિરાટની સરખામણીના આંકડા આવ્યા સામે
  • રોહિત શર્મા વર્લ્ડકપમાં વિરાટથી ઘણો આગળ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનું નામ રોહિત શર્માની પહેલાં લેવામાં આવે છે, પરંતુ જો વાત વર્લ્ડકપની કરવામાં આવે તો, હિટમેનના આંકડા વિરાટ કોહલીની આગળ છે. રોહિત શર્મા વર્લ્ડકપમાં રન, સદીથી લઇને ફોર-સિક્સ તમામ મામલે વિરાટથી આગળ છે. અહીં ખાસ વાત એ છે કે, રોહિત શર્માએ વિરાટ કોહલી કરતાં એક વર્લ્ડકપ ઓછો રમ્યા છે. આમ છતાં તે વિરાટ કરતાં તમામ મામલે આગળ છે.

વિરાટ કોહલી ચોથો વર્લ્ડકપ રમી રહ્યો છે. તેણે 2011માં વર્લ્ડકપમાં ડેબ્યૂ કર્યું હતું. સાથે રોહિત શર્માનો આ ત્રીજો વર્લ્ડકપ છે. રોહિતે તેની પ્રથમ વર્લ્ડકપ મેચ 2015માં રમી હતી. વિરાટ વર્લ્ડકપમાં અત્યાર સુધી 29 મેચ રમી ચુક્યો છે, જ્યારે રોહિત અત્યાર સુધી માત્ર 20 વર્લ્ડકપ મેચમાં જોવા મળ્યો છે.

રોહિત VS વિરાટના વર્લ્ડકપના આંકડા

રન- રોહિત શર્માએ વર્લ્ડકપમાં 1 હજાર 195 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીના ખાતામાં 1 હજાર 186 રન છે. વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાન મેચમાં રોહિતે રનના મામલે વિરાટને પાછળ છોડી દીધો છે.

બેટિંગ એવરેજ- રોહિત શર્માએ વર્લ્ડકપમાં 66.38ની બેટિંગ એવરેજથી રન બનાવ્યા છે. સાથે વર્લ્ડકપમાં વિરાટની બેટિંગ એવરેજ 49.41 છે.

સ્ટ્રાઈક રેટ- વર્લ્ડકપમાં રોહિત શર્માનો સ્ટ્રાઈક રેટ 101.96 છે. તે વિસ્ફોટક શૈલીમાં બેટિંગ કરે છે. બીજી તરફ વિરાટનો વર્લ્ડકપનો સ્ટ્રાઈક રેટ 86.06 છે.

સદી- રોહિત શર્મા વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. રોહિતે અત્યાર સુધી 7 સદી ફટકારી છે. વિરાટ કોહલીના નામે અત્યાર સુધી માત્ર 2 વર્લ્ડકપ સદી છે.

સૌથી વધુ ફોર- રોહિત શર્માના નામે વર્લ્ડકપમાં 122 ફોર છે, જ્યારે વિરાટના નામે 106 ફોર છે.

સૌથી વધુ સિક્સ- રોહિત શર્માએ વર્લ્ડકપમાં કુલ 34 સિક્સ ફટકારી છે. વિરાટ આ મામલે ઘણો પાછળ છે. વિરાટના નામે માત્ર 5 સિક્સ છે.

  • Follow us on: