• 12મી ઓવરમાં ચોથા બોલ પર બની ઘટના
  • રોહિતે બાઉન્ડ્રી પર ડાઈવ લગાવીને કેચ કરવાનો કર્યો પ્રયાસ
  • ઉતરી ગયું પેન્ટ, એક હાથથી પેન્ટ પકડી બીજા હાથથી બોલ થ્રો કર્યો

ક્રિકેટ મેચમાં અનેકવાર અનેક ખાસ મોમેન્ટ્સ જોવા મળી જતી હોય છે. જેમાં ક્યારેક વિચાર્યું પણ ન હોય તેવું બને છે. રવિવારે વાનખેડેમાં રમાયેલી મુંબઈ અને ચેન્નઈની મેચમાં આવું જ કંઈ જોવા મળ્યું. દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માની સાથે લાઈવ મેચમાં મોયે-મોયે થઈ ગયું. રોહિતે પહેલા સીએસકેના કેપ્ટન ગાયકવાડનો કેચ લીધો અને પછી તેનું પેન્ટ ઉતરી ગયું. આ ઘટના 12મી ઓવરમાં બની. તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કેવી રીતે બની ઘટના

ગાયકવાડ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આકાશ મઘવાલે 12મી ઓવરમાં ચોથા બોલમાં ડીપ મિડવિકેટની દિશામાં ઉઠાવીને શોટ માર્યો. બાઉન્ડ્રીની નજીક રોહિતે ડાઈવ લગાવીને મુશ્કેલ કેચ પકડવાનો પ્રયાસ કર્યો. બોલ તેના હાથમાંથી છટકી ગયો. રોહિતે ડાઈવ લગાવી તો તેનું પેન્ટ થોડું ઉતરી ગયું. રોહિતે એક હાથથી પેન્ટને ઉપરની તરફ કર્યું અને બીજા હાથથી બોલને ઉઠાવીને થ્રો કર્યો. આ સમયે તે પોતે પણ આ ઘટના પર હસી રહ્યો હતો.

પત્ની રીતિકાએ અનુભવી શરમ

જ્યારે લાઈવ મેચમાં રોહિતનું પેન્ટ ઉતરી ગયું તો જાણે કે રીતિકાના મોંમાંથી સિસકારો નીકળી ગયો. તેણે શરમ અનુભવી. 

 

રોહિતે કર્યો કમાલ

જ્યારે રોહિતે કેચ છોડ્યો તો ગાયકવાડે 37નો સ્કોર કર્યો હતો. જીવનદાન મળ્યા બાદ મઘવાનના છેલ્લા બોલ પર સિક્સ મારી. તેઓએ 13મી ઓવરમાં અર્ધશતક જડ્યું. ગાયકવાડની ઈનિંગનો અંત 16મી ઓવરમાં હાર્દિકે આણ્યો. 40 બોલમાં 5 ફોર અને 5 સિક્સ મારીને 69 રન બનાવ્યા. ગાયકવાડે શિવમ દુબેની સાથે ત્રીજી વિકેટને માટે 90 રનની ભાગીદારી કરી.

દુબેએ પણ દેખાડ્યો 'દમ'

ઓલરાઉન્ડર દુબેએ તોફાની બેટિંગ કરી. તેઓએ 38 બોલમાં 10 ફોર અને 2 સિક્સના દમ પર નાબાદ 66 રન બનાવ્યા. ડેરિલ મેચેલે 14 બોલમાં 17 અને ધોનીએ 4 બોલમાં નાબાદ 20 રન બનાવ્યા. ધોનીએ છેલ્લી ઓવરમાં હાર્દિકની સામે સતત 3 સિક્સ ફટકારી. ચેન્નઈએ ટોસ ગુમાવ્યા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 206/4નો વિશાળ સ્કોર બનાવ્યો. રચિન રવિન્દ્રએ 21 રનનું યોગદાન આપ્યું. ઓપનરના રૂપમાં અજિંક્ય રહાણેએ 5 રન જ બનાવ્યા હતા.  

  • Follow us on: