• રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો
  • ફાઈનલ જીત્યા બાદ રોહિતે T20Iમાંથી લીધી નિવૃતિ
  • રોહિત સિવાય વિરાટ અને જાડેજાએ પણ લીધો સંન્યાસ

આ વખતે ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડકપની ટ્રોફી જીતી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા માટે પણ આ વર્લ્ડકપ છેલ્લો હતો. ફાઈનલ જીત્યા બાદ પહેલા વિરાટ કોહલી અને પછી રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો.

નિવૃત્તિ લેવાની કોઈ યોજના નહોતી

T20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત શર્માએ પોતાની નિવૃત્તિ વિશે કહ્યું હતું કે તેની હજુ સુધી નિવૃત્તિ લેવાની કોઈ ઈચ્છા નથી પરંતુ સ્થિતિ એવી બની ગઈ કે તેને સંન્યાસ લેવો પડ્યો છે. જે બાદ ઘણા ચાહકો રોહિતની નિવૃત્તિને ગૌતમ ગંભીર સાથે જોડી રહ્યા છે. કારણ કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનવાની રેસમાં છે. તે મુખ્ય કોચ બનશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ગંભીર T20 ક્રિકેટમાં નવી અને યુવા ટીમ બનાવવા માંગશે.

શું ગંભીરના કારણે લીધો સંન્યાસ?

આ અંગે એક યુઝરે રોહિત શર્માનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે રોહિત શર્મા: "હું T20Iમાંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહોતો, પરંતુ સંજોગો ઉભા થયા, તેથી મેં તેમ કરવાનું નક્કી કર્યું." શું તે ગંભીરને નિશાન બનાવી રહ્યો છે? કદાચ તે નવી ટીમ બનાવવાનું વિચારી રહ્યો છે. કદાચ તેણે પોતે નિવૃત્તિનો વિચાર કર્યો હશે. સંદેશ ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

અન્ય યુઝરે લખ્યું કે ગંભીરને આ નિર્ણય સાથે કોઈ લેવાદેવા નથી. રોહિતે તેના જૂના સાથી વિરાટને નિવૃત્ત થતા જોયો અને વિચાર્યું કે ચેમ્પિયન તરીકે સંન્યાસ લેવાનો આ યોગ્ય સમય છે. માત્ર વર્લ્ડકપ જીતીને T20માં હાંસલ કરવા માટે બીજું કંઈ નથી.

રોહિત-વિરાટ અને જાડેજાએ લીધો સંન્યાસ

T20 વર્લ્ડકપ જીત્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જોકે, આ ખેલાડીઓની નિવૃત્તિ બાદ ચાહકોને ચોક્કસપણે આંચકો લાગ્યો છે. આ ત્રણેય ખેલાડીઓ લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ રમી રહ્યા છે, પરંતુ રોહિત-વિરાટ અને જાડેજા માત્ર વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવા મળશે.

  • Follow us on: