• શ્રેયસ અય્યરને લઈ મોટા સમાચાર
  • શ્રેયસની થઈ રહી છે રિકવરી
  • વર્લ્ડકપ પહેલાં ટીમમાં આવશે શ્રેયસ

ગત લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર રહેલા શ્રેયસ અય્યરની વાપસીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની સ્થિતિ અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શ્રેયસ અય્યરની ફરી ટીમમાં વાપસી ક્યારે થશે?

રોહિત શર્માએ શું કહ્યું?

રોહિત શર્માએ કહ્યું કે, શ્રેયસની રિકવરી થઈ રહી છે. શ્રેયસ જલ્દી ફિટ થઈ જશે. સાથે જ રોહિત શર્માએ કહ્યું કે, વર્લ્ડકપ સુધી શ્રેયસ અય્યર સંપૂર્ણ ફિટ થઈ જશે. વર્લ્ડકપમાં શ્રેયસ અય્યર રમતો જોવા મળશે. ભારતીય ટીમ વર્લ્ડકપ પહેલાં એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ રમશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરિઝમાં શ્રેયસ અય્યર વાપસી કરી શકે છે.

અત્યારે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સીરિઝ

અત્યારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ 5 મેચની T-20 સીરિઝ રમી રહી છે. આજે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બીજી T-20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની 4 રને હાર થઈ હતી. જો કે, ભારતીય ટીમે આ અગાઉ વેસ્ટ ઈન્ડીઝ ટીમને ટેસ્ટ સીરિઝ અને વનડે સીરિઝમાં હરાવ્યું હતું.

  • Follow us on: