- આજે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- અફઘાનિસ્તાન માટે આ મેચ કરો યા મરોની સ્થિતિ
- આ મેચ અમદાવાદના સ્ટેડિયમ ખાતે રમાશે
વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન આજે (9 નવેમ્બર) એકબીજાનો સામનો કરશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધી આ બંને ટીમો ODI ક્રિકેટમાં માત્ર એક જ વાર ટકરાયા છે. તેમની વચ્ચે એકમાત્ર મેચ 15 જૂન 2019ના રોજ થઈ હતી, જેમાં પ્રોટીઝ ટીમે ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું. જો કે આ ચાર વર્ષમાં અફઘાન ટીમ ઘણી મજબૂત બની છે.
અફઘાનિસ્તાન માટે કરો યા મરોની સ્થિતિ













