• આજે વર્લ્ડ કપની 42મી મેચ રમાશે
  • ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 5 વિકેટ હરાવ્યું
  • શ્રીલંકાની હાર સાથે પોઈન્ટ ટેબલમાં ઉલટફેર

વર્લ્ડ કપ હાલ રોમાંચક બન્યો છે. વર્લ્ડ કપ 2023ના રાઉન્ડ રોબિન તબક્કામાં 45 મેચો રમાશે. જેમાંથી 41 મેચ રમાઈ ચૂકી છે. ગુરુવારે (9 નવેમ્બર) રાત્રે યોજાયેલી 41મી મેચ બાદ જ વર્લ્ડ કપ 2023ની ટોપ-4 ટીમો નક્કી કરવામાં આવી છે.

વર્લ્ડ કપ 2023માં ટોપ-4 ટીમો આખરે નક્કી થઈ ગઈ છે. ગુરુવારે (9 નવેમ્બર) રાત્રે શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીત સાથે, સેમિફાઇનલની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ ગઈ હતી. અગાઉ, 40 મેચોમાં, માત્ર ત્રણ ટીમો અંતિમ ચાર માટે ટિકિટ સુરક્ષિત કરવામાં સફળ રહી હતી. 41મી મેચના પરિણામ બાદ ચોથા સ્થાનનો નિર્ણય ન્યૂઝીલેન્ડે કર્યો હતો.

અફઘાનિસ્તાન ટુર્નામેન્ટમાંથી થશે બહાર!
હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે ટોપ-4માં આવવું અશક્ય છે. કારણ કે જો આ બંને ટીમો ચોથા સ્થાને પહોંચવા માંગે છે, તો તેમને તેમની છેલ્લી મેચ અનુક્રમે 287 અને 438 રનથી જીતવી પડશે, જે અશક્ય છે. એકંદરે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં ખૂબ જ નજીકથી ચૂકી જાશે તેવું લાગી રહ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય થયેલ ટીમો
વર્લ્ડ કપ સેમિફાઇનલ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ક્વોલિફિકેશન માટેની રેસ પણ હતી. આ રેસ એ ટીમો વચ્ચે હતી જે પહેલાથી જ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. અત્યારે આ રેસમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ આગળ હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોઈન્ટ ટેબલની ટોચની 8 ટીમો જ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાઈ કરી શકશે.

ટીમમેચજીતહારપોઈન્ટનેટ રનરેટ
ભારત88016+2.456
સાઉથ આફ્રિકા86212+1.376
ઓસ્ટ્રેલિયા86212+0.861
ન્યૂઝીલેન્ડ95410+0.743
પાકિસ્તાન8448+0.036
અફઘાનિસ્તાન8448-0.338
ઈંગ્લેન્ડ8264-0.885
બાંગ્લાદેશ8264-1.142
શ્રીલંકા9274-1.419
નેધરલેન્ડ8264-1.635

પોઈન્ટ ટેબલની સ્થિતિ

જો વાત કરીએ વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલની તો ભારત અત્યાર સુઘીની તમામ મેચો જીતી છે. તે સાથે જ 16 પોઈન્ટ અને +2.456 નેટ રનરેટ સાથે ટોપ પર છે. જ્યારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે અનુક્રમે +1.376 અને +0.861 નેટ રનરેટ સાથે બીજા અને ત્રીજા નંબ પર છે. તો ન્યૂઝીલેન્ડ 10 પોઈન્ટ અને +0.743 નેટ રનરેટ સાથે ચોથા સ્થાન પર છે. આ સાથે જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સાથે અનુક્રમે +0.036 અને -0.338 નેટ રનરેટ સાથે 5 અને 6 સ્થાને છે. ત્યારે ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે અનુક્રમે 7,8,9 અને 10 ક્રમે છે. તેમજ આ ચારેય ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 


  • Follow us on: