• 5 ઓક્ટોબરથી ભારતમાં વર્લ્ડ કપ 2023ની શરુઆત થશે
  • વર્લ્ડ કપ પહેલા BCCI પાસે ધોની-સચિનને લઈને માગ
  • ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન કરી માગ

વર્લ્ડ કપ 2023 નજીક છે. 5 ઓક્ટોબરથી શરૂ થનારી ટૂર્નામેન્ટને હવે ગણતરીના દિવસો જ બાકી છે. વર્લ્ડ કપ પહેલા BCCI પાસે માંગ કરવામાં આવી છે કે ભૂતપૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાવું જોઈએ અને સમય આપવો જોઈએ. આ માંગ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે કરી હતી.

બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે કરી માગ

ગિલક્રિસ્ટે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું, “હું એ જાણવાનો દાવો કરી શકતો નથી કે ભારતીય ખેલાડી તરીકે ભારતમાં રમવું કેવું છે. જો હું ભારતીય ક્રિકેટમાં હોત, તો હું સચિન અને એમએસ ધોની જેવા લોકને ટીમ સાથે સમય વિતાવવા માટે કહીશ જો તેઓ ઉપલબ્ધ હોય, અને તેઓ તેમના તમામ અનુભવો શેર કરશે."

કોહલી 2011 વર્લ્ડ કપ ટીમથી ભારતનો ભાગ છે

ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011 ODI વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો. હાલમાં, તે વર્લ્ડ કપ ટીમમાંથી માત્ર વિરાટ કોહલી જ ટીમનો ભાગ છે. 2011માં કોહલીએ શ્રીલંકા સામે ફાઈનલ મેચ પણ રમી હતી, જેમાં તેણે 49 બોલમાં 35 રન બનાવ્યા હતા. કોહલી ટીમમાં ઘણો અનુભવ લાવે છે.

મેગા ટુર્નામેન્ટ ભારતની ધરતી પર રમાશે

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની યજમાની ભારત કરશે, જે 5 ઓક્ટોબરથી શરૂ થશે. અને તે પહેલા 29મી સપ્ટેમ્બરથી વોર્મ-અપ મેચો રમાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમ વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે.

  • Follow us on: