• એસ્ટોનિયન બેટ્સમેન સાહિલ ચૌહાણે ઇતિહાસ રચી દીધો
  • સાહિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
  • સાહિલે T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો

એસ્ટોનિયન બેટ્સમેન સાહિલ ચૌહાણે હલચલ મચાવી દીધી છે. તેણે સાયપ્રસ સામેની બીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. ટી20 ક્રિકેટના ઈતિહાસમાં કોઈ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી ઝડપી સદી છે. આ ઇનિંગ દરમિયાન તેણે છ ચોગ્ગા અને 18 છગ્ગાની મદદથી 144 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના આધારે તેની ટીમે પણ 6 વિકેટે જીત મેળવી હતી.

ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

પોતાની વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન તેણે વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. 2013 IPLમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમતા ક્રિસ ગેલે પુણે વોરિયર્સ સામે માત્ર 30 બોલમાં રન બનાવ્યા હતા. તેણે ઋષભ પંતનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. દિલ્હી તરફથી રમતા પંતે હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. સાહિલે પોતાની ઇનિંગ દરમિયાન આ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.


T20 ઇન્ટરનેશનલમાં પણ આગળ નિકળ્યો

સાહિલે વિશ્વના ઘણા શક્તિશાળી બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ આ પહેલા નામિબિયાના જાન નિકોલ લોફ્ટી ઇટોનના નામે હતો. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ નેપાળ સામે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. આ પછી નેપાળનો કુશલ મલ્લ છે, જેણે 34 બોલમાં સદી ફટકારી હતી. આ પછી ડેવિડ મિલર અને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે. બંનેએ 35 બોલમાં સદી ફટકારી છે.

એસ્ટોનિયા જીત્યું

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી સાયપ્રસની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે એસ્ટોનિયાએ 40 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સાહિલ ચૌહાણે જોરદાર બેટિંગ કરીને ટીમને 6 વિકેટે જીત અપાવી હતી.

  • Follow us on: