- 3 ખેલાડીઓ છે રેસમાં સામેલ
- સંજુ સેમસન, ઋષભ પંત, કેએલ રાહુલ રેસમાં સામેલ
- સંજુ સેમસનને માનવામાં આવે છે પહેલી પસંદ
આઈપીએલ 2024ની વચ્ચે જૂનથી અમેરિકા અને કેરેબિયાઈ દેશમાં રમનારી ટી20 વર્લ્ડકપ 2024ને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. આઈપીએલ ફાઈનલના પાંચમા દિવસ બાદ એટલે કે 1 જૂનથી ટી20 વર્લ્ડકપની શરૂઆત થશે. હવે વિશ્વકપને લઈને સામે આવેલા અપડેટમાં કહેવાયું છે કે ટીમ ઈન્ડિયાના સંજુ સેમસન વિકેટકીપરના રૂપમાં પહેલી પસંદ હોઈ શકે છે.
કોણ કોણ છે વિકેટકીપરની રેસમાં સામેલ
વિકેટકીપરની રેસમાં ખાસ કરીને 3 ખેલાડીઓ સામેલ જોવા મળે છે. જેમાં સંજુ સેમસન, ઋષભ પંત, કેએલ રાહુલ પણ સામેલ છે. આ સાથે જે માહિતિ સામે આવી રહી છે તેમાં જાણવા મળી રહ્યું છે કે ટી20 વર્લ્ડકપને માટે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પહેલી પસંદ બની શકે છે. એવામં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંત આ રેસમાં બીજા નંબરે હોઈ શકે છે. હાલની સીઝનમાં પંત પણ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યા છે.
રન બનાવાની રેસમાં સૌથી ઉપર છે સંજુ
ભારતીય વિકેટકીપર્સના રૂપમાં સંજુ સેમસન આઈપીએલ 2024માં સૌથી વધારે રન બનાવવાની રેસમાં ઉપર છે. સંજુ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનારા ચોથા બેટ્સમેન છે. તેઓએ અત્યાર સુધીની 9 ઈનિંગમાં 77.00ની સરેરાશ અને 161.09ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 385 રન બનાવી લીધા છે. લિસ્ટમાં કેએલ રાહુલ 378 રનની સાથે પાંચમા અને ઋષભ પંત 371 રનની સાથે છઠ્ઠા નંબરે છે. સંજુ અને રાહુલે 9-9 ઈનિંગ રમી છે. પંત 10 ઈનિંગમાં બેટિંગ કરી ચૂક્યા છે. પસંદગીને લઈને સ્પષ્ટ રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી.
આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાના ટોપ-4 ખેલાડી
મળતી માહિતિ અનુસાર રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ ભારતીય ટીમના ટોપ-4 ખેલાડી હોઈ શકે છે. એવામાં એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગિલનું પત્તું સાફ થઈ શકે છે. તમામ માહિતિને લઈને કોઈ ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી.