- એશિયા કપ 2023 30 ઓગસ્ટથી રમાશે
- NCAમાં 24 ઓગસ્ટથી માટે પ્રેકિટસ મેચ શરુ થશે
- સેમસન એશિયા કપ માટે ટીમામાં નહી થાય સામેલ
એશિયા કપની તૈયારી માટે ટીમ ઈન્ડિયાનો પ્રેક્ટિસ કેમ્પ 24 ઓગસ્ટથી NCA ખાતે યોજાશે. પરંતુ આ પહેલા એવા કેટલાક ખેલાડીઓ છે કે જેના પર હજુ પ્રશ્નો છે કે તેઓ એશિયા કપ રમશે કે નહીં. જેમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરના નામ સામેલ છે. કારણ કે તે બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે. આ સિવાય સંજુ સેમસન પણ છે કે જેના પર હાલ સવાલ છે કે તે આ કેમ્પમાં ભાગ લઈ શકશે નહીં.
એશિયન ક્રિકેટના સૌથી મોટા મુકાબલાનું બ્યુગલ વાગી ગયું છે. 2023 એશિયા કપ 30 ઓગસ્ટથી રમાશે. આ વખતે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ રમાશે. એટલે કે તેની મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. વાસ્તવમાં ભારતે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આ પછી PCBએ આ મોડલ ઓફર કર્યું.
સંજુ સેમસનને એશિયા કપમાં ટીમમાં સામેલ નહી થાય
ટીમ ઈન્ડિયા 2023 એશિયા કપની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ ટુર્નામેન્ટની તૈયારી માટે ભારતીય ટીમ 24 ઓગસ્ટથી NCAમાં પ્રેક્ટિસ કેમ્પમાં જોડાશે. સંજુ સેમસન આ કેમ્પમાં ભાગ લઈ શકશે નહીં. આનાથી સ્પષ્ટ છે કે સેમસન એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.
આયર્લેન્ડ સીરિઝમાં સંજુ સેમસન ટીમનો હિસ્સો છે
એક અહેવાલ મુજબ સંજુ સેમસન NCAમાં 24 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપના પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ શકશે નહીં. આ કેમ્પ એવા ખેલાડીઓની તૈયારી માટે છે જે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી ટી-20 સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ એશિયા કપની તૈયારી માટે ભેગા થશે. તે જ સમયે, અન્ય ટીમ ત્રણ મેચની T20 સીરિઝ રમવા માટે આયર્લેન્ડ જશે. જસપ્રીત બુમરાહ આ ટીમનો કેપ્ટન છે. સંજુ સેમસન પણ આ ટીમનો એક ભાગ છે.
જો સંજુ કેમ્પમાં જોડાય તો પણ બે દિવસ માટે
અહેવાલમાં, બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, “આ કેમ્પ એશિયા કપ ટીમ માટે હશે. જો તે (સંજુ સેમસન) એશિયા કપ માટે પસંદ કરવામાં આવશે તો તે છેલ્લા બે દિવસ માટે જ કેમ્પમાં રિપોર્ટ કરશે. કારણ કે આર્યલેન્ડ સીરિઝ બદ સંજુને બ્રેકની જરૂર પડશે. ટુંક સમયમાં ઘણી બધી મેચો અને પ્રવાસો થશે. બુમરાહ બે દિવસના વિરામ બાદ કેમ્પમાં હશે."
તમને જણાવી દઈએ કે BCCIએ હજુ સુધી 2023 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. એશિયા કપ માટે કેએલ રાહુલની ટીમમાં વાપસી નિશ્ચિત છે. આવી સ્થિતિમાં માત્ર રાહુલ જ વિકેટકીપર હશે. જોકે ટીમને રિઝર્વ વિકેટકીપરની જરૂર પડશે. હવે જોવાનું એ છે કે ઈશાન કિશન અને સંજુ સેમસન વચ્ચે કોને રિઝર્વ વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવશે.