- સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે
- મોહમ્મદ કૈફે સંજુ સેમસનના વખાણ કર્યા છે
- વર્લ્ડ કપ 2023 માટે ટીમમાં જગ્યા મળવી જોઈએઃ મોહમ્મદ
સારા ફોર્મમાં ચાલી રહેલ સંજુ સેમસનને આજે રમાનારી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સંજુએ ODIમાં પણ અડધી સદી ફટકારી હતી. સંજુના સારા પ્રદર્શન પર હવે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે મોટું નિવેદન આપ્યું છે.
મોહમ્મદ કૈફે સેમસનના વખાણ કર્યા
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સીરિઝની પ્રથમ મેચ બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ગુરુવારે રમાનારી આ મેચ માટે ભારત સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. સેમસને છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે ODI મેચમાં 51 રનની ઇનિંગ રમી હતી. તે લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે સેમસનના વખાણ કર્યા છે. કૈફનું કહેવું છે કે સેમસનને વર્લ્ડ કપ 2023 માટે ટીમમાં જગ્યા મળવી જોઈએ.
સેમસન ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે
મોહમ્મદ કૈફનું માનવું છે કે સેમસન પાસે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની કુશળતા છે. તે ભારત માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માહિતી અનુસાર, કૈફે કહ્યું, “હું સેમસનના પ્રદર્શનથી પ્રભાવિત છું. ચોથા કે પાંચમાં નંબર પર બેટિંગ કરતી વખતે તેણે મહત્વની ઈનિંગ્સ રમી છે. કિશન અથવા અક્ષર પટેલને મિડલ ઓર્ડરમાં મોકલવો સારો વિચાર છે. જો આવા ખેલાડીની જરૂર હોય તો તે લેફ્ટ આર્મ અને લેગ સ્પિન રમી શકે છે અને સેમસન તે કરી શકે છે.
સંજુ સેમસને 13 વનડેમાં 390 રન બનાવ્યા
નોંધપાત્ર વાત એ છે કે સંજુ સેમસનને હજુ વધુ મેચમાં રમવાની તક મળી નથી. તેણે ભારત માટે 13 વનડેમાં 390 રન બનાવ્યા છે. આ દરમિયાન 3 અડધી સદી ફટકારી છે. સેમસને 17 ટી20 મેચમાં 301 રન બનાવ્યા છે. સેમસને વનડેમાં ભારત માટે ત્રીજા, ચાર, પાંચ અને છ નંબર પર બેટિંગ કરી છે. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં પ્રથમ વખત ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને આ દરમિયાન તેણે અડધી સદી ફટકારી હતી. તેણે છઠ્ઠા નંબર પર 4 મેચ રમી છે. આ દરમિયાન 180 રન બનાવ્યા છે. જ્યારે નંબર 5 પર પાંચ વખત રમી ચૂક્યો છે.