• રિયાન પરાગે IPL 2024માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું
  • RR માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો રિયાન પરાગ
  • રિયાન પરાગની યુટ્યુબ હિસ્ટ્રીએ નવો વિવાદ સર્જ્યો

રિયાન પરાગે IPL 2024માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન રોયલ્સના મિડલ ઓર્ડર બેટ્સમેન સિઝનમાં અનકેપ્ડ ખેલાડી તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. રિયાને તેના દમદાર પ્રદર્શનથી ઘણી હેડલાઇન્સ મેળવી હતી. પરંતુ હવે તે તેના યુટ્યુબ હિસ્ટ્રીના કારણે ચર્ચામાં આવી ગયો છે. રિયાન પરાગની યુટ્યુબ હિસ્ટ્રીએ નવો વિવાદ સર્જ્યો છે.

સારા અલી ખાન અને અનન્યા પાંડે હોટ..!

રિયાનના યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી પર બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને સારા અલી ખાનના નામ જોવા મળ્યા, જેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ બધું અચાનક કેવી રીતે પ્રકાશમાં આવ્યું?

રિયાન પરાગની યુટ્યુબ હિસ્ટી થઇ લિક

રિયાન પરાગ એક ગેમિંગ ચેનલ પણ ચલાવે છે જેમાં તે લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. આ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પરાગ યુટ્યુબ પર કોપીરાઈટ ફ્રી સંગીત શોધી રહ્યો હતો. સર્ચ બોક્સ પર ક્લિક કરતાની સાથે જ તેની સર્ચ હિસ્ટ્રીમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે અને સારા અલી ખાનના નામ દેખાય છે અને તેની બાજુમાં હોટ લખેલું છે.


પરાગનો વિવાદો સાથે જુનો નાતો

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પરાગનું નામ કોઈ વિવાદમાં આવ્યું હોય. અગાઉ, તે તેની સોશિયલ મીડિયા પોસ્ટ અને મેદાન પર કેટલીક વિચિત્ર હરકતોના કારણે વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. IPL 2023ની પાછલી સિઝન પરાગ માટે ખૂબ જ ખરાબ રહી હતી. તેના બેટમાંથી કોઈ રન નહોતા થયા, જેના પછી તે ઘણો ટ્રોલ થયો.

આ સિઝનમાં બેટિંગમાં દમ બતાવ્યો

ગત સિઝનમાં ફ્લોપ રહેલા રિયાન પરાગે આ સિઝન એટલે કે IPL 2024માં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. 15 મેચની 14 ઇનિંગ્સમાં બેટિંગ કરતા પરાગે 52.09ની એવરેજ અને 149.22ની સ્ટ્રાઇક રેટથી 573 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 4 અડધી સદી ફટકારવામાં આવી હતી. પરાગે 40 ચોગ્ગા અને 33 છગ્ગા ફટકાર્યા હતા.

  • Follow us on: