- T20 વર્લ્ડકપ 2024 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત
- બાબર આઝમને ટીમની કમાન સોંપવામાં આવી છે
- શાહિન આફ્રિદીએ વાઈસ કેપ્ટનની ઓફર નકારી કાઢી
T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે. શુક્રવારે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. બાબર આઝમને ટીમની કમાન સોંપવામાં આવી હતી, પરંતુ કોઈ ખેલાડીને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો ન હતો. હવે સમાચાર આવ્યા છે કે PCBએ શાહીન આફ્રિદીને ટીમની વાઇસ કેપ્ટનશિપની ઓફર કરી હતી, પરંતુ તેણે આ પદ લેવાની ના પાડી દીધી હતી.
શાહિને વાઈસ કેપ્ટનની ઓફર નકારી
એક અહેવાલ મુજબ, PCB પસંદગી સમિતિએ શાહિન શાહ આફ્રિદીને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ શાહિને તેને નકારી કાઢી હતી. આવી સ્થિતિમાં વર્લ્ડકપ ટીમમાં કોઈ સત્તાવાર વાઈસ કેપ્ટન નથી. ODI વર્લ્ડકપ 2023 બાદ શાહીન શાહ આફ્રિદીને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, માત્ર એક સિરીઝ બાદ તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ હતી.
વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સઈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન.
ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન
- ગ્રુપ A: કેનેડા, ભારત, આયર્લેન્ડ, પાકિસ્તાન, યુએસએ
- ગ્રુપ B: ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, નામીબિયા, ઓમાન, સ્કોટલેન્ડ
- ગ્રુપ C: અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, યુગાન્ડા, વેસ્ટ ઈન્ડીઝ
- ગ્રુપ D: બાંગ્લાદેશ, નેપાળ, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા
વર્લ્ડકપમાં પાકિસ્તાનનું શેડ્યુલ
- 6 જૂન: વિ યુએસએ, ગ્રાન્ડ પ્રેરી ક્રિકેટ સ્ટેડિયમ, ડલ્લાસ
- 9 જૂન: વિ. ભારત, નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક
- 11 જૂન: વિ કેનેડા, નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક
- 16 જૂન: વિ આયર્લેન્ડ, સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક અને બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમ, લોડરહિલ, ફ્લોરિડા