• બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને હોસ્પિટલ લઈ જવો પડ્યો
  • પ્રેક્ટિસ દરમિયાન પરેશાની થઈ, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ ગયા
  • તે ફકત ચેકઅપ માટે હોસ્પિટલ ગયો હતો: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ

બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને પ્રથમ ટેસ્ટ મેચ પહેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. બુધવારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, બંને ટીમો આ મિશન માટે તૈયાર છે.

શાકિબ અલ હસનને હોસ્પિટલ લઈ જવો પડ્યો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બુધવારથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ચટગાંવમાં યોજાનારી આ મેચ પહેલા યજમાન બાંગ્લાદેશને આંચકો લાગ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને પ્રેક્ટિસ સેશન દરમિયાન થોડી પરેશાની થઈ હતી, જેના કારણે તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો.


બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કરી ખાતરી

બાંગ્લાદેશી મીડિયા અનુસાર, મંગળવારે સવારે શાકિબ અલ હસન પ્રેક્ટિસ માટે મેદાન પર પહોંચ્યો કે તરત જ તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. એમ્બ્યુલન્સમાં તેની સાથે સપોર્ટ સ્ટાફનો એક સભ્ય પણ ગયો હતો, તેથી હવે સવાલ એ ઊભો થાય છે કે શાકિબ અલ હસન પહેલી મેચ રમી શકશે કે કેમ. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે શાકિબ અલ હસન સાથે કોઈ ગંભીર બાબત નથી, કારણ કે તે સમયે મેદાન પર અન્ય કોઈ વાહન નહોતું, જેના કારણે તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ જવું પડ્યું હતું. તે ફકત ચેકઅપ માટે હોસ્પિટલ ગયો.

બાંગ્લાદેશી છાવણીમાં ચિંતાનું વાતાવરણ

થોડા સમય પછી શાકિબ અલ હસન મેદાનમાં પાછો ફર્યો, જોકે તેણે તાલીમ લીધી ન હતી. આ જ કારણ છે કે બાંગ્લાદેશી છાવણીમાં ચિંતાનું વાતાવરણ છે. ભારતીય સમય અનુસાર, ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ મેચ બુધવારે સવારે 9 વાગ્યે શરૂ થવાની છે.


ટેસ્ટ શ્રેણી માટે બાંગ્લાદેશની ટીમઃ

શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક, ઇબાદત હસન, ખાલિદ અહેમદ, લિટન દાસ, હસન જોય, મેહિદી હસન, મોમિનુલ હક, મુશફિકુર રહીમ, નજમુલ શાંતો, નુરૂલ હસન, રહેમાન રઝા, શરીફુલ ઇસ્લામ, તૈજુલ ઇસ્લામ, તસ્કીન અહેમદ, યાસિર અલી, ઝાકિર હસન

પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ

કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઈસ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.

ભારત VS બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી:

પ્રથમ ટેસ્ટ - 14-18 ડિસેમ્બર, ચિત્તાગોંગ

બીજી ટેસ્ટ - 22-26 ડિસેમ્બર, ઢાકા

  • Follow us on: