શું શિખર ધવન ફરી કોઈના પ્રેમમાં છે? શું ધવન ફરી લગ્ન કરવા જઈ રહ્યો છે? આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે જે તસવીરો સામે આવી છે તે આ દિશામાં ઈશારો કરે છે. શિખર ધવન એક નવી છોકરી સાથે કેમેરામાં કેદ થયો છે. તે મિસ્ટ્રી ગર્લ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.


પરંતુ તે છોકરી કોણ છે અને તેનું ધવન સાથે શું કનેક્શન છે તે અંગે હજુ સુધી કંઈ સત્તાવાર નથી. પરંતુ, એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનરની લાઈફમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે.

ગબ્બર ફરી પ્રેમમાં પડ્યો

મિસ્ટ્રી ગર્લ સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ધવન બ્લુ ટી-શર્ટ અને બ્લેક કાર્ગો પહેરેલો જોઈ શકાય છે. આ વીડિયોમાં તેની સાથે તે છોકરી પણ જોવા મળી રહી છે, જેને લઈને શિખર ધવન ચર્ચામાં છે. યુવતી કેમેરાથી પોતાને બચાવતી જોવા મળે છે અને શરમાઈ જાય છે. તે પૂરી કોશિશ કરી રહી છે કે કોઈ તેની તસવીર ધવન સાથે એક જ ફ્રેમમાં ન લે.

https://www.instagram.com/reel/DB8BGZ4KQkV/?utm_source=ig_embed&ig_rid=95e77897-eaab-4410-ba4c-6dc1d87d5b96 

મિસ્ટ્રી ગર્લ સાથે શિખર ધવનની તસવીર વાયરલ

ગયા વર્ષે ઓક્ટોબરમાં શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા પછી ધવન મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળે છે તે ઘણું બધું કહી જાય છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં શિખર ધવનનો આ નવો સંબંધ શું વળાંક લે છે.

શિખર ધવને આ વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

લેફ્ટ હેન્ડના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો તેને આ વર્ષે ઓગસ્ટમાં જ નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 269 મેચ રમી જેમાં તેણે 10867 રન બનાવ્યા. આ દરમિયાન તેને 24 સદી અને 44 અડધી સદી ફટકારી છે. ધવન 2015 ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેને 8 મેચમાં 51.50ની એવરેજથી 412 રન બનાવ્યા.


  • Follow us on: