ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. સિરીઝની શરૂઆત 6 ઓક્ટોબરથી ગ્વાલિયરમાં રમાનારી મેચથી થશે, જેના માટે બંને ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. દરમિયાન, એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે કે શિવમ દુબે પીઠની ઈજાને કારણે ટીમ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્માને ટીમમાં સ્થાન મળ્યું છે.
શિવમ સિરીઝમાંથી બહાર
શિવમ દુબે પીઠની ઈજાને કારણે ટીમ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્માને ટીમમાં સ્થાન મળ્યું છે. શિવમ જુલાઈમાં શ્રીલંકા સામે રમાયેલી T20 સિરીઝમાં ટીમનો ભાગ હતો, પરંતુ બેટથી તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તે જ સમયે, T20 વર્લ્ડકપ 2024માં પણ શિવમ કંઈ ખાસ છાપ છોડી શક્યો ન હતો. તિલક આ વર્ષે જુલાઈમાં અફઘાનિસ્તાન સામે ભારત માટે છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. મોહાલીમાં રમાયેલી આ મેચમાં તિલકે 26 રનની ઇનિંગ રમી હતી.
T20 સિરીઝનું શેડ્યૂલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરથી T20 સિરીઝ શરૂ થવાની છે અને સિરીઝની પ્રથમ મેચ ગ્વાલિયરમાં રમાશે. બીજી મેચ 9 ઓક્ટોબરના દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજી અને અંતિમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં 12 ઓક્ટોબરે યોજાશે.
બાંગ્લાદેશ T20I સિરીઝ માટે ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ, તિલક વર્મા