- ભારત શ્રીલંકાને હરાવીને સેમિફાઇલમાં પહોચ્યું
- ભારતની વર્લ્ડકપની આ સૌથી મોટી જીત
- ભારત આ વખતે વર્લ્ડકપ જીતશે- શોએબ અખ્તર
વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. ભારતની જીત બાદ ભારતીય ટીમના ઘણા પૂર્વ ક્રિકેટરો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી શોએબ અખ્તરની પ્રતિક્રિયાએ તમામ ભારતીયોને ખુશ કરી દીધા છે. ભારતની જીત બાદ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર વીડિયો શેર કર્યો અને ભવિષ્યવાણી કરી કે ભારત આ વખતે વર્લ્ડકપ જીતશે. તેમણે કહ્યું કે, ભારતને કોઈ રોકી શકશે નહીં.
હરીફાઈમાં કોઈ નથી…!
આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ જે રીતે રમી રહી છે તે જોઈને શોએબ અખ્તરે ભારતીય ટીમના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે ભારતીય ટીમ આ સમયે જે ક્રિકેટ રમી રહી છે તે સ્પષ્ટપણે વર્લ્ડકપ જીતવા જઈ રહી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં ભગવાનની ઈચ્છા ગમે તે હોય, પરંતુ વર્તમાનમાં ભારતને કોઈ રોકી શકશે નહીં. તેણે ભારતીય ટીમના બોલરોની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે ખાસ કરીને હું મોહમ્મદ શમી માટે ખૂબ જ ખુશ છું.
વર્લ્ડકપની સૌથી મોટી જીત
ભારતીય ટીમે શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. ODI વર્લ્ડકપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી અને એકંદરે બીજી સૌથી મોટી જીત હતી. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ સામે 309 રનની સૌથી મોટી જીત નોંધાવી હતી. ભારતના 357 રનના જવાબમાં લંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. ODI ક્રિકેટમાં ભારતની આ બીજી સૌથી મોટી જીત અને એકંદરે ચોથી સૌથી મોટી જીત હતી. આ જીત સાથે ભારતીય ટીમ 14 પોઈન્ટ સાથે ટોપ પર આવી ગઈ છે.
ભારત સતત ચોથી વખત સેમીફાઈનલમાં
આ સાથે ભારતીય ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ સતત ચોથી વખત સેમિફાઇનલમાં પહોંચી છે. ટીમ 2011માં ચેમ્પિયન બની હતી, ત્યારબાદ 2015 અને 2019માં ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. જે બાદ હવે ભારતે સતત ચોથી વખત સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારત પાસે હજુ બે છેલ્લી લીગ મેચ બાકી છે, જેમાં જીતીને રોહિત બ્રિગેડ ટોચના સ્થાને રહેવા ઈચ્છશે. આગામી મેચ 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા સાથે રમાવાની છે. ત્યાર બાદ છેલ્લી લીગ મેચ 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે થશે. સેમિફાઇનલ મેચ 15 અને 16 નવેમ્બરે રમાશે.