• ભારતે શ્રીલંકાને 302 રનેથી હરાવ્યું
  • શ્રીલંકાની ટીમ 55 રનમાં ઓલઆઉટ
  • અમારી પાસે યુવા ટીમ- નવીદ નવાઝ

ODI વર્લ્ડકપમાં ભારતના સામે 302 રનની કારમી હાર બાદ શ્રીલંકન ટીમ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બોલિંગથી લઈને બેટિંગ અને ફિલ્ડિંગ સુધીના દરેક ક્ષેત્રમાં શ્રીલંકન ટીમનું પ્રદર્શન ચિંતાનો વિષય છે. આ બીજી વખત છે જ્યારે શ્રીલંકાની ટીમ કોઈ મોટી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સામે મોટા માર્જિનથી હાર્યું હોય.

આ મેચ જોઈને ફેન્સને એશિયાકપ 2023ની ફાઈનલ યાદ આવી ગઈ, જ્યાં શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે જ સમયે, હવે ટીમના મુખ્ય કોચ નવીદ નવાઝ કહે છે કે, હું શ્રીલંકન ટીમના ક્રિકેટને પતન તરીકે જોતો નથી. આ વર્લ્ડકપમાં શ્રીલંકાની 7 મેચમાં આ પાંચમી હાર હતી, અત્યાર સુધી શ્રીલંકાની ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે.

મુખ્ય કોચે ટીમના પ્રદર્શન પર વાત કરી

ભારત સામેની હાર બાદ શ્રીલંકન ટીમના મુખ્ય કોચ નવીદ નવાઝે કહ્યું, “તે ચોક્કસપણે ચિંતાનું કારણ છે, પરંતુ હું તેને શ્રીલંકન ક્રિકેટના પતન તરીકે જોતો નથી. અમારી પાસે ખેલાડીઓનું યુવા જૂથ છે. અમારી પાસે માત્ર થોડા જ લોકો છે જેઓ 100 થી વધુ વનડે રમ્યા છે. તેથી, મને લાગે છે કે તે પુનઃનિર્માણનો તબક્કો છે જ્યાં આપણે છીએ, કેટલાક નવા ખેલાડીઓ હજુ પણ શીખી રહ્યા છે. મને આશા છે કે તેઓ તેમની ભૂલોમાંથી શીખવાની દરેક તકનો લાભ લેશે અને આગળ વધશે અને ભવિષ્યમાં સારું પ્રદર્શન કરશે. આ અમારી એકમાત્ર આશા છે.”

અમારી પાસે યુવા ટીમ

તેણે વધુમાં કહ્યું, “મને લાગે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય થવા માટે અમારે પોઇન્ટ ટેબલમાં આઠથી ઉપરના સ્થાને રહેવું પડશે. તેથી, અમારે અમારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પરિબળો શોધવા પડશે કારણ કે જૂનમાં જ્યારે અમે વર્લ્ડકપ ક્વોલિફાયર રમ્યા હતા ત્યારે અમારી પાસે સમાન સમસ્યા હતી. તેથી, જ્યારે અમે ઝિમ્બાબ્વે ગયા ત્યારે વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાની કોઈ ગેરંટી ન હતી. તેણે કહ્યું, “આ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થવા માટે અમારે અમારી બધી મેચો જીતવી હતી અને ફાઇનલમાં પણ પહોંચવું હતું. તેથી, મને લાગે છે કે અમે તે અવરોધ દૂર કર્યો છે અને મેં તમને અગાઉ કહ્યું તેમ, અમા

  • Follow us on: