- આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
- શ્રેયસ અય્યરે 82 રનની શાનદાર ઇનિંગ રમી
- આ મેચમાં તેણે અય્યરે મીટરની સિક્સ ફટકારી
વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન અય્યરે 56 બોલમાં 3 ફોર અને 6 સિક્સની મદદથી 82 રન બનાવ્યા હતા. પોતાની મહત્વની ઈનિંગ્સમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. તે વર્લ્ડકપ 2023માં સૌથી લાંબી સિક્સ મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ મેચમાં તેણે 106 મીટરની સિક્સ ફટકારી હતી.
આ પહેલા ગ્લેન મેક્સવેલના નામે રેકોર્ડ
શ્રેયસ અય્યર પહેલા આ ખાસ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલના નામે હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 104 મીટરની સિક્સ ફટકારી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેને માત્ર 24 બોલનો સામનો કરીને 41 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
વર્લ્ડકપ 2023ની 33મી મેચમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં ભારતે 50 ઓવર બાદ 357 રન બનાવ્યા છે. આ દરમિયાન ઓપનર શુભમન ગિલે 92 બોલમાં 92 અને વિરાટ કોહલીએ 94 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે તાબડતોડ બેટિગ કરતા 146.43ની સ્ટ્રાઇક રેટથી 56 બોલમાં 82 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતીય ટીમ 350થી વધુનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.