- બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ઈશાન-ઐયરની બાદબાકી
- કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા બાદ ઈશાન-ઐયરને પૂર્વ ક્રિકેટરની સલાહ
- પૂર્વ ક્રિકેટરે પ્રવીણ કુમારે શ્રેયસ ઐયર અને ઈશાન કિશનની ટીકા કરી
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી શ્રેયસ ઐયર અને ઈશાન કિશનની બાદબાકી બાદ નવો વિવાદ ઉભો થયો છે. જેમાં પૂર્વ ક્રિકેટરો અને ચાહકોની પ્રતિક્રિયાઓ દરરોજ સામે આવી રહી છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટરે ઐયર અને કિશન વચ્ચેના વિવાદમાં કૂદી પડ્યો છે. આ પૂર્વ ક્રિકેટરે ઘરેલુ ક્રિકેટને મહત્વ ન આપવા બદલ આ બંને ખેલાડીઓની ટીકા કરી છે. તેમનું માનવું છે કે IPL સિવાય શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને પણ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટને પ્રાથમિકતા આપવી જોઈએ.
ઈશાન-ઐયરને પૂર્વ ક્રિકેટરની સલાહ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમારે કહ્યું કે હું આ વાત ઘણા સમયથી કહી રહ્યો છું. પૈસા કમાઓ, કોણ ના પાડે છે? પૈસા કમાવા જોઈએ પણ એવું ન થવું જોઈએ કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમી રહ્યા હોવ અને દેશને મહત્વ ન આપો. આ વાત હવે ખેલાડીઓના મનમાં નિશ્ચિતપણે સ્થાપિત થઈ ગઈ છે. ખેલાડીઓના મનમાં એવું થાય છે કે હું એક મહિનો આરામ કરીશ અને ફરી રમીશ અને આટલા પૈસા કેવી રીતે છોડીશ. પરંતુ આ યોગ્ય વિચાર નથી. પૈસો મહત્વનો છે પણ એટલો નહીં. દરેક ખેલાડીને ખબર હોવી જોઈએ કે વસ્તુઓને કેવી રીતે સંતુલિત કરવી.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને તેમના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા હતા. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓને BCCI દ્વારા ઘરેલુ ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. આને અવગણીને ઐયર અને કિશને ડોમેસ્ટિક ક્રિકેટ રમી ન હતી. અહેવાલો અનુસાર, બીસીસીઆઈના અધિકારીઓએ ઈશાન કિશનનો ઈંગ્લેન્ડ સાથે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ કિશને અનફિટ હોવાનું જણાવીને રમવાનો ઈન્કાર કરી દીધો હતો.
બીજી તરફ શ્રેયસ ઐયર પણ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. જોકે NCAએ તેને ફિટ જાહેર કર્યો હતો. જે બાદ બીસીસીઆઈએ સજા તરીકે આ બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દીધા હતા. હવે આ બંને ખેલાડીઓ IPL 2024માં રમતા જોવા મળશે.