• કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બે વખત IPL ટ્રોફી જીતી
  • IPL 2023માં શ્રેયસ અય્યર ઈજાના કારણે રમી શક્યો ન હતો
  • ઐયરની ગેરહાજરીમાં,નીતિશ રાણાએ KKRની કેપ્ટનશીપ કરી

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ બે વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. ટીમે છેલ્લે ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં IPL ટ્રોફી જીતી હતી. ગત સિઝનમાં ટીમનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર ઈજાના કારણે રમી શક્યો ન હતો. ત્યારબાદ તેની પીઠનું ઓપરેશન થયું અને 2023ના ODI વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો. ઐયરની ગેરહાજરીમાં,નીતિશ રાણાએ KKRની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. પરંતુ ઐયર IPL 2024 માટે સંપૂર્ણપણે ફિટ છે અને તે KKR ટીમ સાથે જોડાઈ ગયો છે.

શ્રેયસ ઐયર સંપૂર્ણપણે ફિટ

KKRનો કેપ્ટન શ્રેયસ ઐયર IPL 2024 પહેલા ટીમના પ્રેક્ટિસ કેમ્પમાં જોડાયો છે. પીઠની સમસ્યાને કારણે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચોમાં ઐયરનું રમવું શંકાસ્પદ જણાતું હતું. KKRએ સોશિયલ મીડિયા પર ઐયરના આગમનની તસવીરો જાહેર કરી છે. KKR ટીમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, હમારે ટાઈગર કા હુકમ. ચાહકો ઐયરને આવકારતા જોવા મળે છે.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી થયો બહાર

શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ રમ્યો હતો પરંતુ તે પછી તેને કમરમાં દુખાવો થવા લાગ્યો હતો. બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે તેને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. ઐયર રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઈનલમાં મુંબઈ માટે રમી શક્યો ન હતો પરંતુ સેમીફાઈનલ અને ફાઈનલમાં તે ટીમનો ભાગ હતો. વિદર્ભ સામેની ફાઇનલમાં તે કમરના દુખાવાથી પરેશાન હતો. આ કારણોસર તેણે મેચના છેલ્લા બે દિવસે મેદાનમાં ઉતર્યો ન હતો.

ઐયરની IPL કારકિર્દી

KKR IPL 2024 માં તેની પ્રથમ મેચ 23 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાનું છે. ઐયર તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તે 2015થી IPLમાં રમી રહ્યો છે. અત્યાર સુધી તેણે 101 IPL મેચોમાં 2776 રન બનાવ્યા છે જેમાં 19 ફિફ્ટી સામેલ છે. IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રહ્યો છે.

  • Follow us on: