• હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સનો છોડ્યો સાથ
  • શુભમન ગિલ બન્યો ગુજરાતનો નવો કેપ્ટન
  • ગિલે વર્ષ 2018માં IPLમાં કર્યું હતું ડેબ્યૂ

ગુજરાત ટાઇટન્સ માટે ગત 2 સિઝનથી કપ્તાની કરનારા હાર્દિક પંડ્યાા આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે. રિટેન લિસ્ટ જાહેરક કર્યા પહેલાં ગુજરાતે તેને મુંબઈને ટ્રેડ કર્યો હતો. હવે હાર્દિક પંડ્યાના ગુજરાત છોડ્યા બાદ અમદાવાદ ફ્રેંચાઈઝીએ નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલને આ જવાબદારી આપી છે. શુભમન ગત 2 વર્ષથી જે પ્રકારે બેટિંગ કરી રહ્યો છે અને ગત IPL સિઝનમાં તેમણે જે ઈનિંગ રમી છે. તે ધ્યાનમાં રાખીને તેને કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે.

ગત સિઝન રહી ધાંસૂ

શુભમન ગિલે ગત IPL સિઝનમાં 17 મેચમાં 890 રન બનાવ્ચા હતા. તેમણે 59.33ની શાનદાર બેટિંગ એવરેજ અને 157.80ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. શુભમને આ સિઝનમાં 3 સદી પણ ફટકારી હતી. તે IPL 2023માં સૌથી વધુ રન કરનારો બેટ્સમેન હતો.

2018માં કર્યું હતું IPL ડેબ્યૂ

શુભમન ગિલે વર્ષ 2018માં પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમી હતી. તે ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનો ભાગ હતો. શુભમને પોતાના ડેબ્યૂ સિઝનમાં જ તમામ લોકોને પ્રભાવિત કર્યા હતા. પ્રથમ સિઝનમાં આ યુવા બેટ્સમેને 33.83ની એવરેજ અને 146ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ કારણે તેમણે કેકેઆરની પ્લેઈંગ 11માં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી હતી. વર્ષ 2021 સુધી તે કેકેઆર માટે આઈપીએલ રમતો રહ્યો હતો. આઈપીએલ 2022 પહેલાં થયેલા ઓક્શનમાં તેને ગુજરાત ટાઈટન્સે પોતાની સ્ક્વોડનો ભાગ બનાવ્યો હતો.

IPLમાં બનાવ્યા 2 હજાર 790 રન

શુભમન અત્યાર સુધી 91 આઈપીએલ મેચ રમ્યો છે. આ દરમિયાન શુભમનની એવરેજ 37.70 અને સ્ટ્રાઈક રેટ 134.07નો રહ્યો છે. શુભમને 3 સદી અને 18 ફિફ્ટીની મદદથી કુલ 2 હજાર 790 આઈપીએલ રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે શુભમન

24 વર્ષીય શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. વર્ષ 2019માં તેમણે વનડે ડેબ્યૂ કર્યું હતું. 2020માં ગિલને ટેસ્ટ કેપ મળી હતી અને પછી 2023માં પ્રથમ વખત T20ની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું હતું. ત્રણેય ફોર્મેટમાં શુભમનનું બેટ ખુબ ચાલી રહ્યું છે. 

  • Follow us on: