• ગુજરાત ટાઈટન્સને મળ્યો નવો કેપ્ટન
  • ગિલ બન્યો ગુજરાતનો નવો કેપ્ટન
  • ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટરે કરી જાહેરાત

ગુજરાત ટાઇટન્સે TATA ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 પહેલા આજે શુભમન ગિલને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. આ અંગે ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું કે, શુભમન ગિલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્ચ સ્તરે કદ અને સ્ટેન્ડમાં વૃદ્ધિ દર્શાવી છે. અમે તેને માત્ર બેટર તરીકે જ નહીં પરંતુ ક્રિકેટમાં લીડર તરીકે પણ પરિપક્વ જોયો છે.

ગિલને કેપ્ટન બનાવવા અમે ઉત્સાહિત

વધુમાં તેમણે કહ્યું કે, મેદાન પરના તેમના યોગદાનથી ગુજરાત ટાઇટન્સને 2022માં સફળ ઝુંબેશ અને 2023માં મજબૂત રન દ્વારા ટીમને માર્ગદર્શન આપીને એક પ્રચંડ શક્તિ તરીકે ઉભરી આવવામાં મદદ મળી છે. તેમની પરિપક્વતા અને કૌશલ્ય તેમના મેદાન પરના પ્રદર્શનમાં સ્પષ્ટ છે અને અમે શરૂઆત કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ.

કેપ્ટન બનવા પર ગિલે શું કહ્યું?

શુભમન ગિલે આ જાહેરાત પર જણાવ્યું હતું કે, ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ સંભાળીને મને આનંદ અને ગર્વ છે અને આટલી સારી ટીમનું નેતૃત્વ કરવા માટે મારા પરના વિશ્વાસ બદલ ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું. અમારી પાસે બે અસાધારણ સિઝન રહી છે અને હું અમારી ટીમનું નેતૃત્વ કરવા આતુર છું.

ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલ એક એવી ટીમનું નેતૃત્વ કરશે. જેમાં અનુભવ અને યુવા ઉત્સાહનો અપ્રતિમ સંયોજન છે, જે ગુજરાત ટાઇટન્સની ઓળખ છે.


  • Follow us on: