• ICCની ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
  • યશસ્વી જયસ્વાલ સહિત ટોપ-10માં 3 ભારતીય ખેલાડી
  • શુભમન ગિલ અને સરફરાઝ ખાનને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો

ઇંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની અસર ICCની તાજેતરની ટેસ્ટ રેન્કિંગ પર પણ જોવા મળી શકે છે. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી ટોપ-10માં તો છે પરંતુ શુભમન ગિલ અને સરફરાઝ ખાનને પણ આ વખતે ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર ફાયદો થયો છે.

શુભમન ગિલે 11 સ્થાનની છલાંગ લગાવી

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેનોમાંના એક શુભમન ગિલનું ત્રીજા નંબર પર રમતા કેટલીક ઈનિંગમાં ફલોપ રહ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં પ્રથમ ટેસ્ટમાં ફલોપ રહ્યા બાદ શાનદાર પ્રદર્શન કરીને 452 રન બનાવ્યા હતા. શુભમન ગિલે આ સીરિઝમાં 2 બેવડી સદી ફટકારી છે. આની અસર એ થઈ કે આ વખતે જાહેર કરવામાં આવેલી ICC ટેસ્ટ રેન્કિંગમાં શુભમન ગિલે 11 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે. તે હવે શ્રીલંકાના દિનેશ ચાંદીમલ સાથે 20માં સ્થાને પહોંચી ગયો છે. આ વખતે તેનું રેટિંગ 664 છે.

સરફરાઝ ફરી ટોપ-100માં પ્રવેશ્યો

જો સફરાઝ ખાનની વાત કરીએ તો આ તેની ડેબ્યુ સીરિઝ હતી. પહેલી જ સીરિઝમાં સરફરાઝે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા અને ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-100માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ વખતે ICC દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં સરફરાઝ ખાને 15 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે. હવે તે 355ના રેટિંગ સાથે 89મા સ્થાને પહોંચી ગયો છે. તે આ પહેલા પણ ટોપ 100માં આવી ગયો હતો, પરંતુ તે પછી તે તેમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે તેની ફરીથી એન્ટ્રી થઈ છે.

ટોપ-10માં 3 ભારતીય બેટ્સમેન સામેલ

આ વખતની રેન્કિંગની ખાસ વાત એ છે કે 3 ભારતીય બેટ્સમેન ટોપ-10માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં સફળ રહ્યા છે. સૌથી પહેલા રોહિત શર્મા 751 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. સારા પ્રદર્શનના આધારે તેણે 5 સ્થાનની છલાંગ લગાવી છે. રોહિતનો પાર્ટનર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 740ના રેટિંગ સાથે 8મા નંબર પર પહોંચી ગયો છે. તેને બે સ્થાનનો ફાયદો થયો છે. વિરાટ કોહલી ભલે ઈંગ્લેન્ડ સીરીઝથી દૂર હોય, પરંતુ તેમ છતાં તે ટોપ 10માં યથાવત છે. આ વખતે વિરાટ કોહલી 737 રેટિંગ સાથે નવમા સ્થાને યથાવત છે.

  • Follow us on: