• ઓગસ્ટ મહિના માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત
  • આ એવોર્ડ જીતનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ખેલાડી બન્યો સિકંદર
  • સિકંદર રઝાએ ઓગસ્ટમાં ત્રણ વનડે સદી ફટકારી છે

ICCએ સિકંદર રઝાને ઓગસ્ટ મહિના માટે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ એવોર્ડ મેળવનાર તે ઝિમ્બાબ્વેનો પ્રથમ ખેલાડી છે. તેણે ઓગસ્ટમાં ત્રણ વનડે સદી ફટકારી છે.

સિકંદર રઝાએ નવો ઈતિહાસ રચ્યો

અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાએ પોતાના પ્રદર્શનના દમ પર નવો ઈતિહાસ રચ્યો છે. તે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર પ્રથમ ઝિમ્બાબ્વેનો ખેલાડી બન્યો છે. આઈસીસીએ રઝાને ઓગસ્ટ મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 36 વર્ષીય સિકંદરે માત્ર ઓગસ્ટ મહિનામાં જ ત્રણ વનડે સદી ફટકારી છે. સિકંદર ઉપરાંત ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી તાહલિયા મેકગ્રાને ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.


મિશેલ સેન્ટનર-બેન સ્ટોક્સને પછાડ્યા

સિકંદર રઝાને ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનર અને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ જેવા દિગ્ગજ ઓલરાઉન્ડરો સાથે નામાંકિત કરવામાં આવ્યા હતા. રઝાએ બાંગ્લાદેશ અને ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશ સામેના અણનમ 135 અને અણનમ 117 રનની મદદથી ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ પછી તેણે ભારત સામે પણ સદી ફટકારી હતી. રઝાએ આ સમયગાળા દરમિયાન પોતાની સ્પિન બોલિંગથી સાત વિકેટ પણ લીધી હતી.


મહિલા વર્ગમાં જેમિમા રેસમાંથી બહાર

મહિલા વર્ગમાં ભારતની જેમિમા રોડ્રિગ્સ પણ એવોર્ડની રેસમાં હતી, પરંતુ તે ઓસ્ટ્રેલિયાની તાહલિયા મેકગ્રાથી પાછળ રહી ગઈ હતી. બર્મિંગહામમાં ઓસ્ટ્રેલિયાને સુવર્ણચંદ્રક વિજેતા બનાવવામાં મેકગ્રાનો મહત્વનો ભાગ હતો, જેના કારણે તેમને એવોર્ડ મળ્યો હતો. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ 13.40ની ઝડપે પાંચ વિકેટ લીધી હતી અને 57ની એવરેજથી 114 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે પાકિસ્તાન સામે અણનમ 78 રનની સાથે ત્રણ વિકેટ પણ લીધી હતી.

  • Follow us on: