• BCCIએ ક્રિકેટના મેગા ઈવેન્ટ માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી
  • ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા કરશે, કેએલ રાહુલ વાઇસ કેપ્ટન
  • જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની ટીમમાં થઈ વાપસી

BCCI દ્વારા T20 વર્લ્ડકપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં બોર્ડે 15 સભ્યોની ટીમ પસંદ કરી છે, જે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આ મેગા ઈવેન્ટમાં રમશે.


BCCI 15 સભ્યોની ટીમ પસંદ કરી

ICC T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે 12 સપ્ટેમ્બરે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મેગા ઈવેન્ટ માટે ટીમની જાહેરાત કરી. સોમવારે બપોરે પસંદગી સમિતિની બેઠક મળી હતી, જેમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ કરશે.


જાડેજા-રવિ બિશ્નોઈ-આવેશ ખાન ટીમમાંથી બહાર

ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડકપની અંતિમ ફિફ્ટીનો ભાગ નથી, પરંતુ સારી વાત એ છે કે ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે. રવિ બિશ્નોઈ અને આવેશ ખાન એશિયા કપ 2022 માટે ટીમમાંથી બહાર છે. બાકીના 13 ખેલાડીઓ સમાન છે, જ્યારે જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું અને ટીમ ફાઇનલમાં પહોંચી શકી નહોતી.


ICC T20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

  • Follow us on: