ચેન્નાઈ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ હવે બીજી મેચ માટે કાનપુર પહોંચી ગઈ છે. ગઈ કાલે કાનપુરની એક હોટલમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાંથી વિરાટ કોહલી અને રિષભ પંતને હોટલ અધિકારીઓએ આપેલા સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને હોટલના અધિકારી સાથે હાથ મિલાવવાને લઈને વિરાટ કોહલીએ આપેલો જવાબ હવે વાયરલ થઈ રહ્યો છે.


વિરાટે હોટલના અધિકારી સાથે હાથ ન મિલાવ્યો

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે બાંગ્લાદેશ સાથે રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે કાનપુર પહોંચી રહ્યા છે. ગઈકાલે વિરાટ કોહલી અને રિષભ પંત કાનપુરની એક હોટલમાં જોવા મળ્યા હતા. ઘણી વખત હોટલના તમામ અધિકારીઓ ખેલાડીઓનું સ્વાગત કરવા ભેગા થાય છે. આવું જ કંઈક કાનપુરમાં પણ જોવા મળ્યું. વિરાટ કોહલીનું ફૂલનો ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ હોટલનો અન્ય એક અધિકારી વિરાટ સાથે હાથ મિલાવવા આવ્યો પરંતુ કોહલીએ કહ્યું, 'સર, બે જ હાથ છે.'


કોહલીના હાથ ખાલી ન હતા

વિરાટ કોહલીના એક હાથમાં તેની બેગ અને બીજા હાથમાં ફૂલોનો ગુલદસ્તો હતો. જેના કારણે કોહલી હોટલના અધિકારી સાથે હાથ મિલાવી શક્યો ન હતો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.


ચેન્નાઈ ટેસ્ટમાં ફ્લોપ રહ્યો કોહલી

બાંગ્લાદેશ સાથે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો. કોહલી પ્રથમ ઈનિંમાં 6 અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ હવે ચાહકો કાનપુર ટેસ્ટમાં કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા રાખશે. ભારતીય ટીમે ચેન્નાઈ ટેસ્ટ 280 રને જીતી લીધી હતી. ભારતની આ જીતમાં આર અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. અશ્વિને બેટિંગમાં સદી અને બોલિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: