• આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
  • ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
  • મોહમ્મદ સિરાજ ભારતને પ્રથમ સફળતા અપાવી

આજે વર્લ્ડકપ 2023ની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ધર્મશાળામાં રમાઇ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. મોહમ્મદ સિરાજ ભારતને પ્રથમ સફળતા અપાવી છે. સિરાજે ન્યુજીલેન્ડના ઓપનર ડેવોન કોનવેને શૂન્ય પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતીય ટીમના ખેલાડી શ્રેયસ અય્યરે કોનવેનો શાનદાર કેચ પકડ્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ફેન્સ શ્રેયસ અય્યરના કેચની પ્રશંસા કરી રહ્યા છે.

શ્રેયસ અય્યરે શાનદાર કેચ પકડ્યો

ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી.. આ સમય દરમિયાન, ડેવોન કોનવે અને વિલ યંગ ન્યૂઝીલેન્ડ માટે ઓપનિંગ કરવા પહોંચ્યા હતા. સિરાજ ભારત તરફથી ચોથી ઓવર ફેંકી રહ્યો હતો. તેણે આ ઓવરના ત્રીજા બોલ પર કોનવેને આઉટ કર્યો. કોનવેએ શ્રેયસ અય્યરને કેચ આપ્યો હતો. આ રીતે ભારતને પ્રથમ સફળતા મળી. સિરાજે આ પહેલા પણ ભારત માટે શાનદાર બોલિંગ કરી છે.

મહોમ્મદ સિરાજનું પ્રદર્શન

વર્લ્ડ કપ 2023માં સિરાજનું અત્યાર સુધી સારું પ્રદર્શન રહ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી. આ પછી તેણે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 50 રનમાં 2 વિકેટ ઝડપી હતી. સિરાજે પુણેમાં બાંગ્લાદેશ સામે 2 વિકેટ લીધી હતી. તેણે આ મેચમાં 60 રન આપ્યા હતા. જો આપણે તેના ઓવરઓલ ODI પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ અસરકારક રહ્યું છે. સિરાજે 34 મેચમાં 59 વિકેટ લીધી છે.


  • Follow us on: